This is default featured slide 1 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.

This is default featured slide 2 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.

This is default featured slide 3 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.

This is default featured slide 4 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.

This is default featured slide 5 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.

Friday, 20 March 2020

Child welfare

Child Protection Home

બાળ સંરક્ષણ ગૃહ એ બાળકો માટેની ટૂંકા ગાળાની સંભાળ રાખતી સંસ્થા છે. જયાં બાળકોને સામાન્ય શિક્ષણ તાલીમ આપી ટૂંકાગાળામાં જ તેમનું પુનઃસ્થાપન કરવામાં આવે છે. તેઓના વસવાટ દરમ્યાન મફત ભોજન, કપડાં/બિસ્તર તથા રમત-ગમત, તબીબી સવલત અને મનોરંજનની સુવિધાઓ પુરી પાડવામાં આવે છે.

ચીલ્ડ્રન હોમ્સ/ સ્પેશ્યલ હોમ્સ

  • જુવેનાઇલ જસ્ટીસ (કેર એન્ડ પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન) એકટ ર૦૦૦ સુધારો ૨૦૦૬ હેઠળ લાંબા સમય તેમજ ટુંકા સમય માટે સંભાળ અને રક્ષણ માટેની જરૂરીયાતવાળા બાળકોને ચીલ્ડ્રન હોમ્સ ખાતે તથા કાયદા સાથે સંઘર્ષ વાળા બાળકોને ઓબ્ઝર્વેશન હોમ ખાતે ૧૮ વર્ષની ઉંમર સુધી પ્રવેશ આપવામાં આવે છે. એ જ રીતે કાયદા સાથે સંઘર્ષ વાળા બાળકો અને બાળાઓને તેઓને માટે રાજકોટ ખાતે સ્થપાયેલ અલગ અલગ સ્પે. હોમમાં જુવેનાઇલ જસ્ટીસ બોર્ડના આદેશ દ્વારા મોકલી આપવામાં આવે છે.
  • આ સંસ્થાઓમાં પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ ઉપરાંત બાળકોને ભોજન, કપડા, આરોગ્ય સંબંધી સુવિધા, મનોરંજન, રમતગમત, યોગ તેમજ ગુજરાત રાજ્ય ટેકનીકલ સ્કૂલ બોર્ડ દ્વારા માન્ય થયેલ વિવિધ તાલીમ કોર્સ તેમજ પ્રવર્તમાન પ્રવાહ મુજબના તાલીમ કોર્સની સુવિધાઓ પણ પુરી પાડવામાં આવે છે. આ સંસ્થાઓમાં અપાતી સર્વે સુવિધાઓ વિનામૂલ્યે આપવામાં આવે છે.

પશ્ચાદ્દવર્તી સેવાઓ

  • બાળકોની પશ્ચાદ્દવર્તી સંભાળ માટે પણ કાળજી રાખવામાં આવે છે. જુવેનાઇલ હોમ્સ, સ્પે. હોમ તેમજ ફીટપર્સન સંસ્થાઓમાંથી મુદત પુરી થતાં નિરાધાર ધરવિહોણા, વધુ અભ્યાસ અને તાલીમ માટે આશ્રયની જરૂરીયાતવાળા છોકરા / છોકરીઓ માટે પશ્ચાદ્દવર્તી સેવા સંસ્થાઓ જેવી કે છોકરાઓ માટે પુરૂષ આશ્રયગૃહ, રાજકોટ, જિલ્લા આશ્રય ગૃહ, અમદાવાદ તથા આફટર કેર હોસ્ટેલ, વડોદરા, તેમજ બાળાઓ માટે નારી સંરક્ષણ કેન્દ્રો તેમજ નારી સંરક્ષણ ગૃહો એમ કુલ ૧૩ સરકારી સંસ્થાઓ રાજ્યમાં કાર્યરત છે.
  • આ સંસ્થાઓમાં આશ્રય મેળવી રહેલ અંતેવાસીઓને ૨૧ વર્ષ સુધી રાખવાની જોગવાઇ છે પરંતુ પુનઃસ્થાપન માટે જો વધુ સમયની જરૂરીયાત જણાય તો કમિટીની ભલામણ અનુસાર નિયામક સમાજ સુરક્ષા સમય વધારો મંજૂર કરી શકે છે.

ઉછેર / દતકની કાર્યવાહી

ગુજરાત રાજયમાં ૦ થી ૬ વર્ષની ઉંમરનાં અનાથ, નિરાધાર બાળકોને વહેલી તકે પુનઃસ્થાપિત કરવા માટે જરૂરીયાતમંદ વાલીઓ કે જેમને પોતાના બાળકો નથી. તેવા દંપતિઓને આ અનાથ બાળકો ઉછેર/દતકમાં આપવામાં આવે છે. રાજયમાં કુલ-૯ સરકારી સંસ્થા અને ૧૦ સ્વૈચ્છિક સંસ્થાઓ આવા અનાથ બાળકોને દેશમાં તથા ૪ સ્વૈચ્છિક સંસ્થાઓને પરદેશમાં બાળકોને દત્તક આપવાની કામગીરી કરવા માટે ગુજરાત સરકાર દ્વારા તથા ભારત સરકાર દ્વારા માન્યતા આપવામાં આવેલ છે. સમગ્ર દેશમાં નિયંત્રણ રાખવા માટે સેન્ટ્રલ એડોપ્શન રીસોર્સ ઓથોરીટીની રચના ભારત સરકાર દ્વારા કરવામાં આવેલ છે.
સેન્ટ્રલ એડોપ્શન રીસોર્સ ઓથોરીટી  "કારા" દ્વારા તથા નામદાર સુપ્રિમ કોર્ટ તેમજ નામદાર હાઈકોર્ટ દ્વારા વખતોવખત આપવામાં આવેલ માર્ગદર્શક સુચનાઓ મુજબ ઉછેર/દત્તકની કામગીરી હાથ ધરાય છે. બાળકને ઉછેરમાં લેવા ઈચ્છનાર અરજદાર દંપતિની આર્થિક,કૌટુંબિક, સામાજિક, વૈઘકિય, શૈક્ષણિક વગેરે તમામ પાસાઓની ચકાસણી કરી બાળકોનો યોગ્ય ઉછેર કરવા માટે અરજદાર દંપતિ યોગ્ય છે કે કેમ ? તે ઘ્યાને લઈ ચાઇલ્ડ વેલ્ફેર કમીટીના આદેશથી બાળકોને ઉછેરમાં આપવામાં આવે છે. ત્યારબાદ હિન્દુ એડોપ્શન એકટ અથવા ગાર્ડીયન એન્ડ વોર્ડઝ એકટ અથવા જુવેનાઈલ જસ્ટીસ એકટ ૨૦૦૦(સુધારો ૨૦૦૬) હેઠળ દત્તક આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.

સાધન સહાય

સંસ્‍થા માથી મુકત થતા બાળકોને સ્‍વરોજગાર મળી રહે તે માટે સાધન સહાય ની યોજના અમલમા છે. આ યોજનામા રૂા. ૧૦,૦૦૦ સુધીની કિંમત ની મર્યાદામા બાળકે મેળવેલ તાલીમને અનુરૂપ સાધન સ્‍વરૂપે સહાય આપવામા આવે છે.

અનાથ બાળકોના ઉચ્ચસતર વધારાના શિક્ષણ માટે શિષ્યવૃતિની યોજના

સંસ્‍થામા ઉછરતા અનાથ બાળકો કે જેઓ ઉચ્‍ચ શિક્ષણ પ્રતિ રૂચી દર્શાવતા હોય તેઓને પ્રોત્‍સાહન આપવા માટેની યોજના છે.એસ.એસ.સી અને તે પછીના ઉચ્‍ચતર શિક્ષણ માટેની અરજી સમાજ સુરક્ષા ખાતા દવારા ચકાસી મંજુર કરવામાં આવે છે.

એચ.આઇ.વી પોઝીટીવ એઇડસ ના કારણે અનાથ નિરાધાર થયેલ બાળકોને આશ્રય શિષ્યેવૃતિ આપવાની યોજના

એચ.આઇ.વી. પોઝીટીવ એઇડસ ને કારણે અનાથ નિરાધાર થયેલ બાળકોને આશ્રય શિષ્‍યવૃતિ આપવા નવી બાબતની વહિવટી મંજુરી મળેલ છે. બાળક અથવા તેના માતાપિતા અથવા બંન્‍ને એચ.આઇ.વી પોઝીટીવ થી પિડાતા હોવાનુ સિવીલ હોસ્‍પીટલ કે , ગુજરાત એઇડસ કંટ્રોલ સોસાયટીનુ પ્રમાણ-પત્ર રજુ કરેથી સહાય મળવાની છે. બાળકે શાળાના આચાર્યશ્રીનુ તથા દર વર્ષે ઉતિર્ણ થવા હોવા અંગેનુ પ્રમાણ-પત્ર રજુ કરવાનુ રહેશે. (ઠરાવની નકલ સામેલ છે.)
શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ, જામનગરના દત્તક આપવા યોગ્ય બાળકોની વિગત માટે અહિં ક્લીક કરો

બાળ માર્ગદર્શન કેન્દ્રો અને બાળ ગુનેગાર નિવારણ કેન્દ્રો

  • રાજ્યમાં આવી બિન-સંસ્થાકીય પ્રવૃત્તિ તરીકે સ્વૈચ્છિક ધોરણે કુલ ૧૯ બાળ માર્ગદર્શન કેન્દ્રો અને સરકારી ધારેણે પાંચ બાળ ગુન્હા નિવારણ કેન્દ્રો કાર્યરત છે.
  • આ યોજના નો મુખ્ય હેતુ શહેરી સ્લમ વિસ્તાર ના બાળકોને રમતગમત, બાળ સાહિત્ય, વિવિધ સંસ્કૃતિક પ્રવુતિના આયોજનથી રચનાત્મક પ્રવુતિ માં વાળી, કેન્દ્રોમાં આવતા કરી, કેન્દ્રના સંગઠક દ્વારા શાળાએ જતા કરવાનો છે.અને તે દ્વારા બાળકો ને શિક્ષણ અપાવી બાળ ગુનાવૃત્તિ અટકાવા નો છે.
  • આ એક બાળકો માટેની બિન સંસ્થાકીય સારવાર પદ્ધતિ છે.

રાજ્ય પારિતોષિક

  • બાળ કલ્યાણ,  ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રવૃત્તિ કરતી બે સંસ્થા અને બે વ્યક્તિને રાજ્ય પારિતોષિક આપવાની યોજના હેઠળ પસંદગી પામેલ
    • સંસ્થાને  રૂ. રપ,૦૦૦/-  રોકડા અને પ્રશસ્તિપત્ર.
    • વ્યક્તિને રૂ. ૧૦,૦૦૦/-  રોકડા અને પ્રશસ્તિપત્ર.
  • આ યોજનાનો લાભ વેતન મેળવતા કર્મચારી, સંસ્થાને મળવાપાત્ર નથી.

ગુજરાત રાજય બાળ સંરક્ષણ મંડળ

  • રાજ્યમાં આવેલ ૧૦ સ્વૈચ્છિક ધોરણે ચાલતા ઓબ્ઝર્વેશન હોમના સંચાલન માટે વડી કચેરી ખાતે સ્વૈચ્છિક ધોરણે બાળ સંરક્ષણ મંડળ કાર્યરત છે. તેના દ્વારા સ્ટાફની ભરતી અને અંતેવાસીઓની સાર સંભાળ અને તેની પશ્ચાદ્દવર્તી સેવાઓ અંગે પુરતી કાળજી રખાય છે.

શિશુ ગૃહો

આ સંસ્થાઓમાં બહેનો સાથે આવેલ ૦ થી ૬ વર્ષના બાળકોને સંસ્થાની સાથે જ શિશુગૃહ વિભાગમાં રાખવામાં આવે છે ચાર નારી સંરક્ષણ ગૃહોમાં આવી સવલત અપાય છે તેમજ છ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ગ્રાન્ટ ઇન એઇડના ધોરણે શિશુગૃહો ચલાવવામાં આવે છે.

ઘોડિયાઘર

સરકારી સંકુલમાં નોકરી કરતી બહેનોના ૦ થી ૫ વર્ષની વયના બાળકોની કચેરીના કામકાજ સમયમાં સંભાળ માટે આ યોજના સને ૧૯૮૧થી અમલમાં છે. બાળકોને દુધ, હળવો નાસ્તો, રમકડાં વિગેરે અપાય છે. આ યોજના હેઠળ સ્વૈચ્છિક ધોરણે હાલ કુલ સાત ઘોડિયાઘર ગાંધીનગર-૩, અમદાવાદ-૧, ભાવનગર-૧, વલસાડ-૧, રાજકોટ-૧ સરકારી સંકુલમાં કાર્યરત છે. દરેક ઘોડિયાઘરમાં ૩૦ બાળકો માટેની સુવિધા ઉપલબ્ધ છે.
૦ થી ૩ વર્ષના બાળકો માટે રૂ. ૫૦ ને ૩ થી ૫ વર્ષના બાળકો માટે રૂ. ૧૦૦ ફીનું ધોરણ છે. વર્ગ-૪ના કર્મચારી માટે ફી લેવાની રહેતી નથી.

અનાથ આશ્રમ

આ યોજના હેઠળ અનાથ, નિરાધાર, ઉપેક્ષિત બાળક-બાળાઓને આશ્રય આપી તેઓને યોગ્ય શિક્ષણ અને તાલીમ આપી સમાજમાં પુનઃસ્થાપિત કરી શકાય તે માટે કુલ ૧૩ અનાથ આશ્રમ રાજ્યમાં કાર્યરત છે. આ સંસ્થાઓ સ્વૈચ્છિક ધોરણે ચાલે છે. સંસ્થામાં બાળકોને શૈક્ષણિક અને વ્યવસાયિક તાલીમ અપાય છે તેમજ સામાન્ય શાળાઓમાં અભ્યાસ અર્થે મોકલાય છે. સંસ્થામાંથી છુટતા અંતેવાસી બાળકોને ઉચ્ચતર અભ્યાસ માટે છુટયા પછી અભ્યાસ ચાલુ હોય તો સ્નાતક, અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમ સુધી રૂ. ૧૬,૦૦૦/- સુધીની વાર્ષિક શિષ્યવૃત્તિ અપાય છે એટલું જ નહીં અંતેવાસીઓના પુનઃસ્થાપન માટે ઉઘોગના સાધનો ખરીદવા માટે રૂ. ૧૦,૦૦૦/- સુધીની આર્થિક સહાય તેમજ અનાથ યુવતીઓને લગ્ન દ્વારા પુનઃસ્થાપિત કરવા રૂ. ૧૦,૦૦૦/- ની સરકારશ્રી તરફથી આર્થિક સહાય આપવામાં આવે છે.

પાલક માતા-પિતાની યોજના

આ યોજના નો મુળ હેતુ સંસ્‍થા મા દાખલ થયેલ નાની વયના અનાથ બાળક જે પાલક માતા-પિતાની સાર સંભાળ હેઠળ સોંપી તેઓને ઘર જેવુ વાતાવરણ મેળવી આપવાનુ છે. ૦ થી ૬ વર્ષની વયના અનાથ બાળકો કે જેઓને દતક ઉછેરમા આપી શકાયેલ નથી. તેવા બાળકો તેમજ સહાયરૂપ કિસ્‍સામા ૧ર વર્ષની ઉમરના બાળકના પાલક માતા-પિતાને ખાસ કેસમાં ૧૪ વર્ષની વય પુરી કરે ત્યાં સુધી માસીક રૂપીયા ૧,૦૦૦/-ની માસીક સહાય સાર સંભાળ રાખતા માતા-પિતાને  ચુકવવામા આવે છે.
આ સહાય ચેકથી ચુકવવામાં આવશે.જેમાં પાલક માતા-પિતાની વાર્ષિક આવક રૂ.૬૦,૦૦૦/- થી વધુ હોવી જોઈશે. તે અંગે મામલતદારશ્રી નો આવક નો દાખલો માતા-પિતાએ રજુ કરવાનો રહેશે. આ યોજનાના ફોર્મ જે તે જીલ્લાના ચિલ્ડ્રન હોમ માંથી વિનામૂલ્યે મળી શકશે.
અરજદારની વાર્ષિક આવક શહેરી વિસ્તાર માટે રૂ.૩૬,૦૦૦/- અને ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૨૭,૦૦૦/- થી વધુ ન હોવી જોઈએ..

આ યોજના નો અમલ ઓબ્‍ઝર્વેશન હોમના સુર્પિ‍ટેન્‍ડેન્‍ટ દ્રારા કરવામા આવે છે. અને ચાઇલ્‍ડ વેલ્‍ફેર કમીટીના આદેશ મેળવી સહાય ચુકવવામા આવે છે.


મહિલા સશક્તિકરણઃ એક કદમ આગળ

આ વર્ષના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એટલે કે માર્ચ 8, 2017ના પ્રસંગે ભારતે નોકરિયાત મહિલાઓને એક વિશેષ કાયદાની ભેટ આપી. મહિલા દિવસની પૂર્વસંધ્યાએ ભારતીય સંસદે 26 અઠવાડિયાની મેટરનિટી લીવનો કાયદો પસાર કર્યો. સંસદના સ્પીકરશ્રી બાંગારુ દત્તાત્રયે આ બિલને ભારત સરકાર તરફથી નોકરિયાત ભારતીય સ્ત્રીને અપાયેલ એક અદની ભેટ તરીકે બિરદાવ્યું. મહિલા તેમજ બાલકલ્યાણ ખાતાના મંત્રીશ્રી મેનકા ગાંધીએ આ બિલને નોકરિયાત ભારતીય મહિલાઓની સશક્તિકરણના એક વિશેષ સોપાન તરીકે વધાવ્યું. આ પૂર્વે 12 અઠવાડિયાની પગાર સાથેની બાળકના જન્મ માટેની રજા હવે 26 અઠવાડિયાની થઈ છે.

આ વખતનો મહિલા દિવસ સાચેસાચ સ્ત્રીઓને ફળ્યો.

આ કાયદો પસાર કરતાંની સાથે નોકરિયાત સ્ત્રીના માતૃત્વની મહિમા કરતાં જર્મની, કેનેડા, નોર્વે તથા સ્વીડન જેવા રાષ્ટ્રોની પંક્તિમાં ભારતનું નામ પણ આવી ગયું, જે આનંદની વાત છે. સ્વીડન, નોર્વે તથા જર્મનીમાં નોકરિયાત સ્ત્રીને 60 અઠવાડિયાની પગાર સાથેની મેટરનિટી લીવ મળે છે, કેનેડા તથા યુકેમાં 50 અઠવાડિયાની મેટરનિટી લીવનો કાયદો અમલી બનેલ છે. વળી આ દેશોમાં પેટરનિટી લીવ (પિતાને મળતી રજાઓનો કાયદો) પણ છે. પ્રગતિશીલ દેશોની સાથે કદમ મિલાવવા તત્પર ભારત લગભગ બધી જ બાબતમાં અમેરિકાને મોડેલ માનીને ચાલે છે. પરંતુ આ બાબતમાં એમ ન કર્યું તે પણ એક બિરદાવવા જેવી બાબત છે. વિશ્વમાં સૌથી પ્રગતિશીલ મનાતા અમેરિકામાં સ્ત્રીના કાયદાકીય હક્કોની બાબતમાં ઉપેક્ષા સેવાય છે. અમેરિકામાં નોકરિયાત સ્ત્રીને પગાર સાથે માતૃત્વ માટે રજા મેળવવાનો કોઈ કાયદો જ નથી! અલબત્ત કપાતે પગારે સ્ત્રીને 12 અઠવાડિયાની મેટરનિટી લીવ લેવાની છૂટ ખરી. તો વળી કેલિફોર્નિયા, ન્યૂજર્સી તથા રોડ આયલેન્ડ જેવા ઉદાર મતવાદી ત્રણ અમેરિકન રાજ્યોમાં સ્ત્રીને પગાર સાથેની થોડા અઠવાડિયાની રજા મળતી થઈ છે. સ્ત્રી તેમજ તેના માતૃત્વ પ્રત્યે આ પ્રકારે ઉપેક્ષા સેવવામાં અમેરિકા વિશ્વના બે રાષ્ટ્રોમાંનું એક રાષ્ટ્ર છે. નોકરિયાત સ્ત્રીને પગાર સાથેની મેટરનિટી લીવથી વંચિત રાખનાર વિશ્વનું અન્ય એક રાષ્ટ્ર એટલે ઓમાન. પરંતુ ક્યાં અમેરિકા અને ક્યાં ઓમાન ! બંનેની કોઈ સરખામણી શક્ય જ નથી. પણ માતૃત્વ પ્રત્યેનો આ બંને દેશોનો અભિગમ એકસરખો જ છે !
નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ અંતર્ગત સ્થપાયેલ યુનિવર્સિટીના વિમેન્સ ડેવલોપમેન્ટ સેલ (WDC)ના સ્થાપક ચેરપર્સન તરીકેના મારા કાર્યકાળ દરમિયાન મારે યુનિવર્સિટીમાં ભણતી કન્યાઓ તથા યુનિવર્સિટી તેમજ કોલેજો સાથે સંકળાયેલ વિવિધ સ્તરની મહિલાઓના પ્રશ્નોને પ્રત્યક્ષ સાંભળવા, પરખવા તથા ન્યાયપૂર્ણ નિર્ણય લેવાનો મોકો મળ્યો. આ સમય દરમિયાન સ્ત્રીને કેવા અકલ્પનીય સૂક્ષ્મ તેમજ સ્થૂળ અન્યાયો થતા હોય છે તે મેં નજરે જોયું. માન્યામાં ન આવે તેવી ફરિયાદોનો નિકાલ આ વર્ષો દરમિયાન કરવાનું બન્યું.
એક વખતની વાત છે. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં દસેક વર્ષથી વ્યાખ્યાતાની નોકરી કરતા લગભગ બત્રીસેક વર્ષના મહિલા પ્રોફેસર મનીષાબહેને (નામ બદલેલ છે) વિમેન્સ ડેવલપમેન્ટ સેલની ઓફિસમાં પ્રત્યક્ષ હાજર થઈને લેખિત ફરિયાદ આપી. ફરિયાદ નોંધાવતી વખતે તેઓ પ્રેગ્નેનન્ટ હતાં. તેમની આ બીજી પ્રેગ્નન્સી હતી. પહેલી પ્રેગ્નન્સી તથા બાળકના જન્મ વખતે તેમના ઘણા પ્રયત્નો તથા લેખિત અરજીઓ છતાં તેમની કોલેજના પ્રિન્સિપાલે સભાનતેમને મેટરનિટી લીવ આપી ન હતી. મેટરનિટી લીવની તેમની અરજી સાથે આ બહેને પોતાના લગ્નનું સર્ટિફિકેટ બીડવું અનિવાર્ય હતું તેમ મૌખિક રીતે જણાવીને પ્રિન્સિપાલશ્રીએ અરજી દફતરે કરી દીધેલી. રજા માટે અરજદાર વ્યાખ્યાતા બહેન પાસે એવું કોઈ લગ્ન સર્ટિફિકેટ ન હતું તે બાબતની જાણ ફક્ત પ્રિન્સિપાલ જ નહીં પરંતુ સમગ્ર સ્ટાફને હતી. આ બહેન પોતાના પ્રેમી સાથે લીવ-ઈન રિલેશનશિપ ધરાવતા હતા. જે બાબત કોલેજના બધા પુરુષોને આંખમાં કણાની જેમ ખૂંચતી હતી. મેડમ વાત નૈતિકતાની ન હતી, વાત તો હતી સ્ટાફના પુરુષોની લોલુપતાની. ‘પેલા સાથે રહે છે તો અમારો શો બાધ છે/’ આવા ટોણા મારે સતત સાંભળવા પડતા હતા. તો વળી સ્ટાફની બહેનોને મારી અદેખાઈ ઘણી. ડબલ્યુડીસીની ઓફિસમાં આવેલ ફરિયાદી બહેન બોલી રહ્યા હતા. મેટરનિટી લીવના મારા હક્કની મને જાણ હતી અને તોય હું લાચાર હતી. કોલેજે મને રજા ન જ આપી. છેવટે મારે કપાતે પગારે રજા લેવી પડી. અને બાળકના જન્મના દસેક દિવસમાં જ હું કોલેજમાં હાજર થઈ ગઈ. તેમને શાંતિથી સાંભળી રહેલ મેં પ્રશ્ન કર્યો, ‘કોલેજના આવા ગેરકાનૂની અસભ્ય વર્તન સામે તમે વિરોધ કેમ ના કર્યો /’ પેલા બહેન સહેજ શરમાઈ ગયા અને પછી બોલ્યા, ‘વિરોધ શું કરે મેડમ / તે લોકો લગ્નનું સર્ટિફિકેટ માગતા હતા. ને મારી પાસે સર્ટિફિકેટ ક્યાં હતું તે કંઈ બોલું /’ બેનનો સામાજિક સંકોચ તથા નૈતિક મૂલ્યોની પરિભાષા તેમને નડ્યા. વાત આગળ ચાલી. મેં તેમને પૂછ્યું, ‘પહેલા બાળકના જન્મ વખતે તમે અન્યાય સહન કરી લીધો તો હવે આ વખતે વિરોધ કરવાનું ક્યાંથી સૂઝ્યું/ તમારી પારિવારિક પરિસ્થિતિ તો યથાવત છે/’ ‘હા મેડમ પણ આ વખતે ડબલ્યુડીસી છે ને! અમારી કોલેજમાં જે કામ કોઈ ન કરે તે મને સોંપવાનું તેવો પ્રિન્સિપાલશ્રીનો મત છે. એટલે યુનિવર્સિટીએ ડબલ્યુડીસી માટે કોલેજના પ્રતિનિધિનું નામ મંગાવ્યું ત્યારે મને પૂછ્યા વગર પ્રિન્સિપાલશ્રીએ મારું નામ આપી દીધું. યુનિવર્સિટીનો સરક્યુલર આવે એટલે ત્રણ કલાક બસમાં બેસીને અમદાવાદ આવીને વર્કશોપ્સ ભરવા પડશે, આ બાબતનો મારા મનમાં ઘણો રોષ હતો. પરંતુ પ્રથમ વર્કશોપે જ મારું જીવન બદલી નાખ્યું!કમાલ થઈ ગઈ! મારા જેવી કેટલી બધી વિવિધ કોલેજોની વ્યાખ્યાતા બહેનોને મળવાનું બન્યું. જે બાબતો ગામડાની કોલેજમાં ઉચ્ચારી પણ ન શકાય તેની મોકળા મને વાત કરવાની તક અહીં મળી. મને મારા હક્ક પ્રત્યેની જાગૃતતા એ વર્કશોપ દરમિયાન થઈ. સમજાઈ ગયું કે ડબલ્યુડીસી જેવી સંસ્થારૂપે યુનિવર્સિટી તેમજ ભારતીય સુપ્રીમ કોર્ટ ખુદ અન્યાયનો શિકાર બનેલ સ્ત્રીની પડખે છે. આવી સમજણ પડતાંની સાથે મારામાં હિંમત આવી. અને એ સમજણ પડતાની સાથે મેં ફરિયાદ નોંધાવવાનો નિર્ણય કર્યો
ડબલ્યુડીસીના નિયમો પ્રમાણે ઉપરોક્ત બાબત ફરિયાદ નિવારણ કમિટી સમક્ષ મૂકાઈ. આ તો હળહળતો અન્યાય હતો. ફરિયાદી બહેનની ફરિયાદમાં તથ્ય છે એ બાબત બધા સભ્યોએ સ્વીકારી અને આ ફરિયાદ એડમિટ કરવામાં આવી. ‘ફરિયાદ નિવારણ કમિટી’ના આદેશ મુજબ ફરિયાદી બહેનના પ્રિન્સિપાલશ્રીને લાગતા-વળગતા ડોક્યુમેન્ટ સાથે સુનાવણી માટે પ્રત્યક્ષ હાજર રહેવાનો પત્ર લખાયો. બેએક વખત ગાપચી માર્યા પછી છેવટે લાચાર પ્રિન્સિપાલશ્રી હાજર થયા તથા કમિટીની સામે ફરિયાદી બહેનની પ્રથમ પ્રેગ્નન્સી વખતે કરેલ તેમનો નિર્ણય કેટલો પવિત્ર તથા નીતિમત્તાપૂર્ણ હતો, તેમજ ફરિયાદી વ્યાખ્યાતા બહેન કેવા ‘પાપીણી’ છે, ઇત્યાદિ વાતો તેમણે કરી. વળી ડબલ્યુડીસીએ આવી ‘પાપીણીના પાપના ભાગીદાર ન થવાય’ તેવી સલાહ પણ વડીલની અદાથી તેઓએ કમિટીને આપી. એટલું જ નહીં એ પ્રિન્સિપાલશ્રીએ તેઓશ્રી જે બોલ્યા હતા તે અર્થના સ્વહસ્તે લખાયેલ ડોક્યુમેન્ટ પણ રજૂ કર્યા. ‘અનીતિપૂર્ણ જીવન જીવતી પેલી ફરિયાદી બહેનને સમાજે તથા યુનિવર્સિટીએ પાઠ ભણાવવો જોઈએ’ તેવું મંતવ્ય તેમણે રજૂ કર્યું.
સમગ્ર કેસના બંને પક્ષોના પુરાવા તથા બયાનોને ધ્યાનમાં રાખીને કમિટીના માનનીય સભ્યોએ સર્વાનુમતે કરાયેલ પોતાનો નિર્ણય સંભળાવ્યો. ગર્ભવતી સ્ત્રીના ચારિત્ર્ય સાથે સંસ્થાને કોઈ લેવાદેવા હોઈ શકે નહીં. કોઈ પણ ગર્ભવતી સ્ત્રીને પગાર સાથેની મેટરનિટી લીવ આપવા માટે એ સ્ત્રી ગર્ભવતી છે તેવા મેડિકલ સર્ટિફિકેટ સિવાય બીજા કોઈ સર્ટિફિકેટની જરૂર હોતી નથી. ફરિયાદી બહેનને તેમની પ્રથમ પ્રસૂતિ વખતે તેમના હક્કની રજા ન આપીને કોલેજે અન્યાયપૂર્ણ નિર્ણય કર્યો હતો ,જેને માટે કોલેજના પ્રિન્સિપાલશ્રીએ તે બહેનની લેખિત માફી માગવાની રહેશે. એટલું જ નહીં તેમની આ વખતની પ્રેગ્નન્સી દરમિયાન સાથ-સહકાર તેમજ નિયમ પ્રમાણેની પગાર સાથેની મેટરનિટી લીવ પણ આપવાની રહેશે. થોડા સમય બાદ એ બહેનના પત્ર દ્વારા જાણવા મળ્યું કે તેમની આ વખતની મેટરનિટી લીવ પગાર સાથે મંજૂર કરવામાં આવી હતી. આ વાત જાણી અમને ખૂબ આનંદ થયો.

આ ઘટના અહીં ચર્ચીને તે દ્વારા એક અગત્યનો પ્રશ્ન કરવો છે. સરકાર સ્ત્રીને હક્કો આપી શકે, તેના માટે કાયદા ઘડી શકે, પણ તે કાયદાઓનું અમલીકરણ કરાવવા માટેની સભાનતા તથા સજ્જતા તો નોકરિયાત સ્ત્રીએ જ કેળવવા પડશે ને? વસવસો એ વાતનો થાય છે કે એક સુશિક્ષિત, મોટો પગાર મેળવતી, વ્યાખ્યાતા સ્ત્રી ચારિત્ર્યની વાત આવતાંની સાથે એવી ગભરાઈ ગઈ કે તે એક સામાન્ય પ્રશ્ન સુદ્ધાં ન કરી શકી કે મેટરનિટી લીવને મેરેજ સર્ટિફિકેટ સાથે શો સંબંધ ?
તા.ક. 26 અઠવાડિયાની મેટરનિટી લીવના કાયદાનું તો સ્વાગત હોય જ, પરંતુ તેનું અમલીકરણ નોકરિયાત સ્ત્રીની જાગૃતતા પર જ નિર્ભર રહેવાનું છે, તે વાત આપણે બધાએ યાદ રાખવા જેવી છે.


મહિલા ઉન્નતિ

૮ માર્ચે વિશ્વભરમાં ‘મહિલા દિવસ’ ઊજવાય છે.પાશ્ચાત્ય સંસ્ક્રૃતિના અન્ય અનુકરણની જેમ આપણે પણ મહિલા દિવસની ઊજવણી કરીએ છીએ. મેં પણ અહી મહિલાના જીવનની ઉન્નતિ-અવગતિની ચર્ચા-ચિંતનનો પ્રયાસ કર્યો છે.
‘સ્ત્રી દેવી છે,માતા છે, દુહિતા છે, ભગિની છે,પ્રેયસી છે, ‘સ્ત્રી પત્ની છે,‘સ્ત્રી ત્યાગમૂર્તિ છે, અબળા-સબળાછે, શક્તિ છે, નારાયણી છે, નરકની ખાણ છે, પ્રેરણામૂર્તિ છે, રહસ્યમયી છે, દયાળુ, માયાળુ નેપ્રેમાળ છે. સહનશીલ છે. લાગણીપ્રધાન છે. ડાકણ, ચૂડેલ ને પૂતના છે.સ્ત્રી કુબ્જા,મંથરા છે.સ્ત્રી સીતા ને સાવિત્રી છે.‘સ્ત્રી...‘સ્ત્રી...સિવાય બધું જ છે.’ ‘સ્ત્રીની આગવી ઓળખ પુરુષ પ્રધાન સમાજે બનાવી છે,પણ ‘સ્ત્રી શું નથી કરી શકતી ?આ પ્રશ્નાર્થને જવાબમાં દર્શાવવો છે. ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીનું સ્થાન સમયાનુસાર બદલાતું રહ્યું છે, ધર્માંશાસ્ત્રોએ નારીને ક્યાંક બહુમાન આપ્યું છે; તો ક્યાંક તેને નિરાધાર પણ દર્શાવી છે.
‘નારી તું નારાયણી’માં નારીને આદ્યશક્તિ રૂપે, માતૃશક્તિ રૂપે નવાજી છે. અને સાથો-સાથ આજની વરવી વાસ્તવિકતા પ્રત્યે આક્રોશ પણ છે. ‘આજે સ્ત્રી ઉત્કર્ષની વાતો અગાઉ ક્યારેય નહીં થઇ હોય એટલી હો-હા થઇ રહી છે’ તો બીજી બાજુ નારી પોતાની સ્વાધીનતાના પોકારો કરતી, પુરુષોની પરાવલંબી બનતી જાય છે..... કાં તો એ પુરુષોની ગુલામ છે. કાં તો એ પુરુષોને રીજવતી નારી છે.... પોતાનું ઉન્નત સ્થાન ગુમાવીને તે મનોરંજનનું રમકડું બનતી જાય છે. પણ માનવ જાતમાં સમષ્ટિગત કરુણા અને સ્નેહનું સિંચન કરવાની શક્તિ નારી સિવાય બીજા કોઈમાં નથી..... નારીએ જ પુરુષનીસંસ્કૃતિનું સર્જનને પોષણ કર્યું છે. પણ તે પુરુષ સમોવડી બનીને નહીં પણ સહધર્મચારિણી બનીને.ધર્મ અને ભક્તિના ક્ષેત્રોમાં તો પુરુષ કરતાં સ્ત્રીનું સ્થાન સવિશેષ હતું. એટલે જ સ્વર્ગલોકમાં દેવો કરતાં દેવીઓની સંખ્યા અનેક ગણી છે.
સ્ત્રી સમાનતા જરૂર મેળવે, પોતાનું સ્થાન, પોતાનો મહિમા વિસર્યા વિના. નારી નારાયણી બનીને જ એ સ્થાન સાચવી શકશે. રવિન્દ્રનાથ ટાગોર માને છે ’સ્ત્રી એટલે સૃષ્ટિની સર્વોત્તમ કૃતિ. સ્ત્રી સમાજની નિર્માત્રી છે. મનુષ્યની ધારક, રક્ષક અને પોષક ત્રણેની ભૂમિકામાં સ્ત્રી જ છે. વિનય,વિવેક અને વિનમ્રતા- સ્ત્રીના સ્વભાવમાં જ છે.જે ઘરની લક્ષ્મી,કૂળની શાન અને કુટુંબનો પ્રાણ છે.’ જો કે સ્ત્રીના વાસ્તવ જીવન પર નજર કરીએ તો કંઈક જુદું જ છે.
આપણે હવે સતીપ્રથાને નાબૂદ કરી દીધી, પણ આ શું છે ? પહેલાં તો પતિ મરતા ત્યારે સ્ત્રીને પતિની ચિતા સાથે બાળી મુકવામાં આવતી,પરંતુ આજે તો પતિના જીવતે જીવ અનેક સ્ત્રીઓ દહેજની હોળીની આગમાં ભડકે બળે છે.આ ગોઝારી હત્યાઓ સતીપ્રથા કરતાંય વધારે ભયંકર છે. મને લાગે છે કે હત્યાના પ્રકારો ભલે બદલાયા હોય, સ્ત્રીની હત્યા તો અત્યારે પણ એવી ને આવી ચાલુ જ છે. પહેલાના જમાનામાં દીકરીને દૂધપીતી કરવામાં આવતી,આજે તો ગર્ભપરીક્ષણની મદદથી તેને ગર્ભમાં જ તેને મારી નાખવામાં આવે છે. વૈજ્ઞાનિક શોધનો આવો પિશાચી ઉપયોગ ચોતરફથી થઇ રહ્યો છે.
જીવંત સ્ત્રીઓ પરના અત્યાચારોમાં સતત વૃદ્ધિ થતી જાય છે. કેન્દ્ર સરકાર અને માનવ અધિકાર આયોગના ર૦૧૦ના રિપોર્ટ મુજબ ભારતમાં છેલ્લા ચાલીસ વર્ષમાં બળાત્કારની ઘટનાઓમાં ૭૯૨નો વધારો થયો છે. અભદ્ર વાણી-વર્તન,મારઝૂડ,બળાત્કાર, મજબૂરીને લીધે વેશ્યાગીરી કે પછી આપધાત કે હત્યા જેવી દુર્ઘટનાઓમાં ‘નારી તું નારાયણી’બનવાનું તો બાજુ પર, પણ તેના અસ્તિત્વ સામે જ ખતરો છે.હજુ આજે પણ લાખો સ્ત્રીઓ માટે સ્ત્રી હોવું જ એક સમસ્યા છે.
સમાજ માટે સ્ત્રી એક વ્યક્તિ નહી, વસ્તુ છે,બજારની વસ્તુ છે.આજે સ્ત્રીનું દેહ-લાલિત્ય ચારેકોર લિલામ થઇ રહ્યું છે.જ્યાં જૂઓ ત્યાં સ્ત્રી-દેહનું જ પ્રદશન ! દુકાનોના શોક્સ,જાહેરાતો કે સિનેમાના પોસ્ટરોમાં સ્ત્રીના દેહ આડો-અવળો,કઢંગી હાલતમાં નિલજ્જતાથઇ દેખાડ્યા વિના તો જાણે આ દુનિયામાં કોઈ ચીજ વેચાતી જ નથી. સ્ત્રી તરીકે,જાગૃત નાગરિક તરીકે પણ તેનો જોરદાર વિરોધ કરવો જોઈએ. બીજી બાજુ,ઇતિહાસ પણ નારી શક્તિની સાક્ષી પૂરે છે.મહાસતી અનસુર્યાએ પોતાના તપોબળથી જ ત્રિદેવનેબાળક બનાવી પારણાંમાં પોઢાડી દીધા હતા,સતી પાર્વતીએ પોતાના પતિના અપમાન સામે યોગબળથી અગ્નિ પ્રગટાવી વિલોપન કર્યું કે સતી સાવિત્રી યમરાજને જીતીને પોતાના પતિને સજીવન કરી શકી હતી. આટલી ઊંચી શક્તિ કુદરતે નારીમાં મૂકી છે. આ સ્ત્રી શક્તિને ઓળખી પુરુષ જો એમાં સહભાગી બને તો પુરુષનું પુરુષત્વ અને સ્ત્રીનું સ્ત્રીત્વ પૂર્ણ બને.
સ્ત્રી જન્મે દુર્બળ નહોતી,પરંતુ પુરુષપ્રધાન સમાજે એના માટે ઘડી રાખેલાં આદર્શો,રૂઢિઓએ એને દુર્બળ બનાવી દીધી છે.તેની ફરતે આદર્શોની એવી જાળ ગૂંથવામાં આવી કે સ્ત્રીરાજીખુશીથી એ જાળમાં ફસાતી ગઈ.જયારે સ્ત્રીને શિક્ષણ દ્વારા નવજાગૃતિ મળી. તેમજ પશ્ચિમી સભ્યતા, સંસ્કૃતિના પ્રભાવે નારીના અસ્તિત્વ ને એક નવી દિશા મળી.સ્વતંત્ર નિણય લેવાની તક મળી છે. ‘સ્ત્રી એવ્યક્તિ છે.તે કોઈ દયાનું પાત્ર નથી. વ્યક્તિ તરીકે સ્વતંત્ર રીતે વિચારવાનો, રહેવાનો અને જીવવાનો તેને અધિકાર છે.તેના વ્યક્તિત્વને કચડવાનો કે દાબવાનો કોઈને અધિકાર નથી. તે પણ ભારતની એક સ્વતંત્ર નાગરિક છે.’આ વિધાનકોઈ આજકાલની નારીવાદી મહિલાના નથી. પરંતુ આજનાં ગુજરાતનાં જાણીતા સામાજિક કાર્યકર પુષ્પાબહેન મહેતાએ ઉચ્ચારેલા શબ્દો છે.
નારીએ સતત પોતાના વિકાસમાર્ગની અડચણોને દૂર કરી આગળ વધી રહી છે. જુદાંજુદાં ક્ષેત્રે સ્ત્રીએ સિદ્ધિઓ સર કરી છે.આઝાદીની ચળવળમાં માદામ કામા, સરોજિની નાયડુ,કસ્તુરબા વગેરે,રાજકારણમાં ઇન્દિરા ગાંધી, સોનિયા ગાંધી,રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ,લોકસભા સ્પીકર મીરાંકુમાર વગેરે,સાહિત્ય ક્ષેત્રે મહાશ્વેતાદેવી,આશાપૂર્ણા દેવી,અરુંધતી રોય વગેરે, અભિનય ક્ષેત્રેઐશ્વર્યા રાય,પ્રિયંકા ચોપરા, વિધા બાલનવગેરે,સંગીત ક્ષેત્રે લતા મંગેશકર,આશા ભોસલે,શ્રેયા ગોસાલ વગેરે,વ્યવસાય ક્ષેત્રેઇન્દ્રા નૂઈ, કિરણ મજમુદાર,ચંદા કોચર, જેવી અનેક મહિલાઓએ અનેક ક્ષેત્રોને સફળતાથી સર કરી સ્ત્રીએ પોતાની અપાર શક્તિનો પરિચય કરાવી દીધો છે.
મહિલાઓની સફળતાને આંકડામાં જોઈએ તો વિશ્વના ૨૦ ટકા અને એશિયામાં ૨૬ ટકાથી વધારે વ્યવસાય મહિલાઓના નિયંત્રણ હેઠળ છે.દેશમાં આશરે ૭૦૨ અબજ રૂપિયાથી વધારે ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઉધોગ મોટા પાયે બહેનો જ સંભાળી રહી છે.ઝડપથી વધી રહેલા ઈલેક્ટ્રોનિક ઉધોગમાં સર્કીટ આધારિત એસેમ્બલી લાઈનનો જયારે વિકાસ થયો તો એમાં પુરુષોના ભારે હાથની જગ્યાએ મહિલાઓની પ્રતિભા વધુ કારંગત સાબિત થઇ હતી. આજે ઇન્ડિયન સોફ્ટવેર કંપનીઓમાં ૧/૩ મહિલા કર્મચારી છે. ઇલેક્ટ્રોનિક,કોમ્યુનિકેશન,કમ્પ્યુટર સાયન્સ વગેરેમાં પણ વધુ મહિલા કર્મચારીઓ છે.
આજે એશિયાની શક્તિશાળી બિઝનેસ વુમનની યાદીમાં બિઝનેસવુમેનની યાદીમાં બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝના મેનેજિંગ ડિરેક્ટર વિનીતા બાલી, એચ ટી મીડિયાના ચેરમેન એન્ડ ડિરેક્ટર શોભાના ભરતિયા, એક્સિસ બેંકના સી.ઈ.ઓ. અને મેનેજીંગ શીખા શર્મા, ટ્રેકટર્સ એન્ડ ફાર્મ ઇક્વિપમેન્ટના ચેરમેન મલ્લિકા શ્રીવિનસ વગેરેનો સમાવેશ થાય છે. આ યાદીમાં ૩૬ વર્ષની એકતા કપૂર સૌથી યુવા બિઝનેસ વુમન છે. ફોર્બ્સ મેગેઝીનના ‘એશિયા પાવર બિઝનેસ વુમનની યાદીમાં આઈ.સી.આઈ.સી.આઈ. બેંકના સી.ઈ.ઓ. અને એમ.ડી.ચંદા કોચર, બાયોકોન સ્થાપક કિરણ મઝુમદાર તેમજ ફિલ્મ નિર્માત્રી એકતા કપૂર સહિત નવ ભારતીય મહિલાનો સમાવેશ થાય છે.દેશોના અર્થતંત્રમાં મહિલાઓની ભૂમિકા વધીરહી હોવા છતાં હજુએ કેટલાક નોધપાત્ર અવરોધોને પાર કરવાના છે.તેની યાદીમાં ૫૦ મહિલાઓની બિઝનેસના સફળતામાં મૂડી વિચારશક્તિ,ઊર્જા અને નેતાગીરીના ગુણોનો સમન્વય છે.
ભારતીય નારી ઘરથી માંડીને સંસદગૃહના દરેક ક્ષેત્રમાં તેની કાર્યદક્ષતા સફળતાથી બતાવી રહી છે.ઘૂમટામાં રહેતી બહેનો, મજૂરી કરતી બહેનો પણ એટલી ઉત્સુક છે કે મોબાઈલ,કમ્પ્યુટર-ઈન્ટરનેટથી દેશ-વિદેશની માહિતી મેળવી રહી છે.સ્ત્રી જયારે પોતાની આગવી સૂઝથી દરેક કાર્યમાં આગળ વધી રહી છે ત્યારે આજના પુરુષ વર્ગને તેની ચિંતા એટલા માટે થાય છે કે તે પુરુષ સમોવડી બનીને પુરુષને નીચા પાડશે ? સ્ત્રીવિશેની માન્યતાઓનો તીવ્ર વિરોધ અને આક્રોશને મેં અહીં મારી રીતે રજૂ કર્યો છે. ઉદા:જો સ્ત્રી વેશ્યા હોય તો તેની પાસે જનારા પુરુષને કોઈ નામ આપો. પુરુષનું મંગળ ઈચ્છતી સ્ત્રી તેના નામનું મંગલસૂત્ર ગળે વિંટાળતી હોય તો,સ્ત્રીનું મંગલ ઇચ્છતા પુરુષના ગળામાં કયું સૂત્ર શોભે ?
મહર્ષિ યોગી અરવિંદ ૨૦મી સદીને ‘માતૃશતાબ્દી’ તરીકે ઓળખાવે છે.વિશ્વ ૮, માર્ચને ‘મહિલાદિવસ’ તરીકે ઊજવે છે.સ્વસ્થ સમાજ માટે એટલું તો ચોક્કસ કહીશ ‘જો પુરુષો સ્ત્રીના બંધનોતોડી નાખે અને તેની પાસેથી એક ગુલામીવાળી આજ્ઞાંકિતતાને બદલે બૌદ્ધિક સાહચર્યની અપેક્ષા રાખે તો તેમને વધુ આજ્ઞાકારી પુત્રી, વધુ પ્રેમાળ ભગિની,વધુ નિષ્ઠાવાન પત્ની અને વધુ સમજુ માતા મળશે .....’
બહેનોને પણ વિનંતી કે સ્વ પ્રત્યે જાગૃત બનો. પોતાના ગૌરવની રક્ષા કરો,લક્ષ્મીબાઈ જેવી વીરતા દેખાડો,લોપામુદ્રા જેમ નવજાગૃતિના મંત્રો સજો,પીડિતોનાં દુઃખ દૂર કરવામાં જોડાવ,ભગિની- નિવેદિતાની જેમ સમાજનું નવસર્જન કરો. ભારતમાં સ્વર્ગનું સુખ લાવો, તમારી શક્તિ રાષ્ટ્રને આપો.


ગરીબી અને સ્ત્રી-પુરુષ ભેદભાવ: લઘુ ધિરાણની મર્યાદાઓ

પ્રસ્તાવના

ધિરાણ અને બચતની યોજનાઓને ગરીબી નિવારણ માટેની રૂપરેખા તરીકે નવાજવામાં આવી છે, પરંતુ તેના લાભો વિશે અતિશયોક્તિ કરવામાં આવતી હોય છે. પરિવારોમાં સત્તા અને અસમાનતાના સંબંધોને જે સ્ત્રી-પુરુષ ભેદભાવ અસર કરે છે તેના પ્રત્યે ધ્યાન આપવામાં તે નિષ્ફળ જાય છે. ઘણી વાર લઘુ ધિરાણ લાંબા સમય સુધી ટકી શકે તેમ હોતું નથી અને તે ચલાવવા માટેના ખર્ચને ભાગ્યે જ પહોંચી વળી શકાય તેમ હોય છે. ગરીબી નિવારણ માટે ધિરાણ અને બચતની યોજનાઓને અસરકારક બનાવવાની હોય તો સ્થાનિક અર્થતંત્ર અને વૈશ્વિક અર્થતંત્રનાં વલણો સાથે તેમના સંબંધોને મજબૂત બનાવવાની જરૂર રહે છે અને મહિલાઓની સક્ષમતાના વ્યાપક ક્રાયક્રમો સાથે તેમને સાંકળવાની જરૂર રહે છે. આ માહિતી આપેલ છે
‘વૂમનકાઈન્ડ વર્લ્ડવાઈડ’ના એક લેખમાં તાજેતરમાં એવી ધારણાને પડકારવામાં આવી છે કે ધિરાણની યોજનાઓ ગરીબી નિવારણ માટે ઓછી ખર્ચાળ, કાર્યક્ષમ, વહીવટી રીતે આસાન અને ટકાઉ હોય છે. લઘુ ધિરાણના અનેક પ્રયાસો પ્રતીકાત્મક હોય છે એમ જણાવીને તેના લેખક એમ કહે છે કે ગરીબીમાં ઘટાડો કરવાનું જેટલું મુશ્કેલ છે તેટલું જ ઘણી વાર ધિરાણની યોજનાને ટકાવવાનું મુશ્કેલ હોય છે. લઘુ ધિરાણની સફળતાઓ વિશે ઘણી વાર અતિશયોક્તિ કરવામાં આવે છે અને તેની પરિયોજનાઓ ચલાવવા માટે જ નાણાકીય ખર્ચ થાય છે તે જ તેના કર્મચારીઓને માટે જે ખર્ચ થાય છે તેના વિશે ચુપકીદી સેવવામાં આવે છે.
આ લઘુ ધિરાણની યોજનાઓ મહિલાઓની સક્ષમતા વધારવા માટે છે એમ કહેવામાં આવે છે. પણ મહિલાઓની સામેલગીરી પાછળનો તર્ક તેમાં સમસ્યારૂપ છે. જ્યારે વિવિધ સંસ્થાઓ લઘુ ધિરાણની યોજનાઓ ચલાવે છે ત્યારે ધિરાણની પુનર્ચુકવણી માટે મહિલાઓને તેઓ જવાબદાર બનાવે છે. આ સંસ્થાઓ પછી દાતા સંસ્થાઓને એમ જણાવે છે કે આ યોજનાઓ કાર્યક્ષમ છે અને ટકાઉ છે. આમ, મહિલાઓનો એક સાધન તરીકે ઉપયોગ થાય છે. વાસ્તવમાં, લઘુ ધિરાણની યોજનાઓ ગરીબ અને અસહાય મહિલાઓ પર બોજો વધારે છે.

લઘુ ધિરાણની મર્યાદાઓ

જે બિન-સરકારી સંગઠનનો અને મહિલા સંગઠનો ધિરાણ અને બચતની યોજનાઓ ચલાવે છે તેઓ હવે પોલિસની ભૂમિકા જ ભજવે છે. આ યોજનાઓ નફાકારક બને તે માટે પુનર્ચુકવણીના ઊંચા દર રખાય તેના ઉપર જ તેઓ ધ્યાન કેન્દ્રિત કરે છે. પરિણામે, ધિરાણ લેનારાઓને પુનર્ચુકવણીમાં કઈ સમસ્યાઓ નડે છે તે જોવા પ્રત્યે અને તેમનાં કારણો પ્રત્યે તેઓ આંખ આડા કાન કરે છે. આવી પૂનર્ચુકવણીની આડે સાંસ્કૃતિક, પરંપરાગત અને કાનૂની અવરોધો હોય જ, પણ તે ધ્યાનમાં લેવાતા નથી. આ ઉપરાંત પણ બીજી કેટલીક ખામીઓ તેમાં છે. તે નીચે મુજબ છે:
(1) લઘુ ધિરાણની વિવિધ યોજનાઓ વચ્ચે સંકલન હોતું નથી.
(2) જુદી જુદી યોજનાઓ માટે જુદાં જુદાં નિયમો અને નિયમનો હોય છે અને તેથી તેના સંભવિત વપરાશકારો ગૂંચવાડામાં પડે છે અને તેઓ એક યોજનાને બીજી યોજનાની સ્પર્ધક ગણે છે.
(3) સંસાધનોનો અભાવ, પરિવારમાં તેમની ભૂમિકા અને સમુદાયમાં તેમની ભૂમિકા તથા અમુક પ્રવૃત્તિઓ અંગેના સાંસ્કૃતિક નિષેધો ગરીબ મહિલાઓને આર્થિક પ્રવૃતિઓ પર કેવી રીતે નિયંત્રણો લાદે છે તે બરાબર સમજવામાં આવતું નથી.
(4) એવી નાની આર્થિક પ્રવૃત્તિઓમાં મહિલાઓ પ્રવેશે કે જે લાંબે ગાળે સ્થગિત થઈ જાય છે અને બિન-નફાકારક બની જાય છે.
(5) લઘુ ધિરાણની યોજનાઓ પર વ્યાપક પરિબળો કેવી રીતે અસર કરે છે તે સમજવામાં આવતું નથી. દા.ત. વિશ્વના બજારમાં કોકોના ભાવ ઘટવાથી ઘાના નામમા આફ્રિકી દેશમાં ભારે મંદી આવી અને તેથી નાની મહિલા વેપારીઓ માટે નાની લોનની પણ પુનર્ચુકવણી કરવાનું મુશ્કેલ બની ગયું. આને પરિણામે ગરીબી નિવારણ માટેની લઘુ ધિરાણની યોજનાએ ગરીબ મહિલાઓની ગરીબી વધારે વધારી દીધી.

શું થવું જોઈએ ?

‘વૂમનકાઈન્ડ વર્લ્ડવાઈડ’ અને તેની ભાગીદાર સંસ્થાઓ ગરીબી અને અસહાયતા ઉપર સીધો હુમલો કરવા માટે લઘુ ધિરાણ ઉપરાંતના કાર્યક્રમો ઘડી રહી છે. ધિરાણ અને બચતની યોજનાઓના નિયમો વિશે સમુદાયોને અને બિન-સરકારી સંગઠનોના કર્મચારીઓને માત્ર તાલીમ આપવાને બદલે નાણાં વધારે સલામત રીતે નફો કેવી રીતે કરી શકે તેની સમજ કેળવવા માટે મહિલાઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે.
પ્રયોગોને આધારે ભણતર થયા તેના ઉપર તાલીમ આધારિત કરાય છે અને લોકોના પોતાના અનુભવોને આધારે બોધપાઠ લેવાય છે. મહિલાઓને એમ કહેવા માટે પ્રોત્સાહન અપાય છે કે તેઓ જે વિચારે છે તેને વિશે તેમણે શીખવાની જરૂર છે. તેઓ ખેતી, પશુપાલન, અન્ન પ્રક્રિયા અને પરિવહન જેવાં ક્ષેત્રોમાં નવી સ્થાનિક રીતે ઉપયોગી કૌશલ્યો પ્રાપ્ત કરે છે અને નવાં બજારોમાં પ્રવેશવા માટે સક્ષમ બને છે.
‘વૂમનકાઈન્ડ વર્લ્ડવાઈડ’ લઘુ ધિરાણની વ્યવસ્થાઓ કરતી સંસ્થઆઓને આટલી બાબતો કરવાની વિનંતી કરે છે:
(1) એવી ધારણ કરવાની છોડી દો કે વ્યક્તિઓ માત્ર કઠોર પરિશ્રમ કરીને પોતાને ગરીબીમાંથી બહાર કાઢી શકે છે.
(2) સફળતાઓ અને નિષ્ફળતાઓ બંને વિશેની માહિતીની વધારે વ્યાપક રીતે આપ-લે કરવી.
(3) જીવનનિર્વાહ વિશે એક પ્રકારનો સર્વગ્રાહી અભિગમ અપનાવવો, ધિરાણની જોગવાઈ કરવા ઉપરાંત બીજી ઘણા પ્રકારની સહાય કરવી.
(4) એમ સમજો કે મુક્ત વ્યાપાર અને વૈશ્વિક બજાર સાથેનો સંબંધ ગરીબી નિવારણ તરફ દોરી જ જાય એવું જરૂરી નથી.
(5) જેઓ ગરીબો વતી ઝુંબેશ ચલાવે છે તેવાં નાગરિક સમાજનાં સ્થાનિક સંગઠનોને ટેકો આપો.

ગરીબી નિવારણ માટે લઘુ ધિરાણ એ કોઈ જાદુઈ લાકડી નથી, પરંતુ જાગૃતિ ઊભી કરવાનું, નાની સામુદાયિક દરમ્યાનગીરીઓ કરવાનું અને નીતિ વિષયક કાર્ય કરવાનું કામ પદ્ધતિસરના અભિગમથી પરસ્પર સાંકળવામાં આવે તો તે વ્યૂહાત્મક સાધન બની શકે છે.

મહીલા દિવસ

આજે દુનિયાભર માં આંતરરાષ્ટ્રીય મહીલા દિવસની ઉજવણી થઈ રહી છે.  ભારત ની નારી ભારતીય સંસ્કુતિ ની એક ગરીમા છે  ભારતીય સ્ત્રી એટલે શકિત સૌદર્ય શ્રધ્ધા ને શાંતિ પ્રેમ સંવેદના વાત્સલ્ય સેવા સહનશીલતા સહાનુભુતી નું પ્રતિક ગણાય છે જેમાં વિવિધ પાસા સમાયેલા છે જેથી મહીલા ને  ‘‘નારી તું નારાયણી’’  કહેવાય છે.
આજે આપણે આઝાદ થયે ૬પ વર્ષ થયા છતાં દેશની મહીલાઓ ગુલામી માં રહીને પોતાનું જીવન સંકોચાઈ રહી છે. પુરૂષેના જેટલા અધિકારો આપવામાં આવ્યા છે તેટલા મહીલાઓના પણ અધિકારો છે. પણ આપણે મહીલાઓનું કે દિકરીનુ મહત્ત્વ ઓછુ સમજીએ છીએ જેથી મહીલાઓ નું પ્રભુત્વ ઓછું આંકાઈ રહયું છે. આપણે જોઈએ છીએ કે મહીલાઓને ગુલામની જેમ રાખવામાં આવે છે અને તેમના પર જે તેને જાણ્યંુ પણ ના હોય તેવી પીડા આપવામાં આવી રહી છે. જેમાં મહીલાઓને ઓછુ શિક્ષણ આપવું, જેથી મહીલા આગળ વધતાં ખચકાય જાય છે તેને ગણું સમાજના હીતાર્થે કામ કરવાનું મન થતું હોય છે પણ શુ કરે ? તેમના માવતરો દ્રારા તેમને તેમની સામાજીક મર્યાદાઓનું ઉલંઘન ના થાય તેથી ઘરની ઉમરોઠથી બહાર જવા દેતા જ નથી. જેથી મહીલાઓનું માનસીક વિકાસ નબળું પડે છે. જો મહીલાઓને પોતાના માવતરો દ્રારા તમામ સામાજીક બંધનોમાંથી મુકત કરી દઈ છોડી દેવામાં આવે તો તે કલ્પના ચાવલા, રાની લક્ષમીબાઈ રઝીયા બેગમ ની જેમ મહાન ક્રાંતિકારી બની સમાજ માટે કંઈ કરી શકે છે. મહીલાઓને સાચું જ્ઞાન આપવામાં આવે અને મહીલાઓના અધિકારો વિષે માહીતગાર કરવામાં આવેતો પણ દેશ ની મહીલા પહાડ તોડીને હીરા શોધી શકે છે. આજે બીજુ આપણે જોઈએ છીએ કે મહીલાઓ સુરક્ષીત નથી મહીલાઓને ઘરની ઉમરાંઠ થી બહાર જવું હોય તો પણ પોતાના મન માં મોટી ડર સમાયેલી હોય છે જેથી ઘર બહાર નીકળી શકતી નથી આજે આ સમસ્યા બાબતે પણ મહીલાઓએ પોતે જાતેજ જાગ્રુત બની પોતાને મુસ્કેલી તરફ લઈ જતી સમસ્યાઓનું પણ સમાધાન કરી પ્રગતિના પંથે આગળ વધી શકે  છે.
આજે મહીલાઓ ઘરેલું હીંસા નિરક્ષરતા જેવી વિવિધ પ્રકારની પીડાઓ ભોગવી રહી છે.મહીલાઓ ની ભુમીકા અત્યંત પ્રશંસનીય હોય છે તેઓને શિક્ષણનો વ્યાપ વધે અને સામાજીક કુરીવાઝો નો નાશ થાય તો તેઓ જાતેજ જાગ્રુત બનીને તેમના પર થતા અત્યાચારો, પીડાઓ નો સામનો કરી શકે છે. તેમજ મહીલાઓ સાક્ષર બને તો પણ તેઓ જાતે જ પોતાના થી થઈ શકે તેમ કરી દેશ અને સમાજ ને આગળ લઈ જવા પ્રેરણા દાઈ બની શકે છે.
આમ, પ્રાચીન યુગથી લઈને આજ સુધીના તમામ વિવિધ ધર્મોના ધર્મ ગ્રંથોમાં, વિવિધ વિચારકોના પુસ્તકોમાં, તેમજ ઐતિહાસીક ગ્રંથોમાં પણ મહીલાઓનું સઃવિષેસ મહત્તવ આપવામાં આવ્યું છે,તેમજ તેમના સમાન હકકો વિશે ચર્ચા કરવામાં આવી છે. આપણે અત્યારે  મહીલાઓનું માન સન્માન જાળવવાનું ભુલી ગયા છીએ, અને તેનું અપમાન કરવામાં જ વ્યસ્ત રહીએ છીએ. જેથી એક મહીલાનું અપમાન કે પીડા નથી થતી તે સમગ્ર સંસકુતિ નું અપમાન થાય છે.
પુરૂષોએ આપણે મહીલાઓ બાબતે શું કરવું ? શું ના કરવું? તે આપણે ખુદ જાતે જ જાણવું જોઈએ, જેમાં આપણે જેમ આપણે પોતાના જીવને સાચવીએ એમ ભારતીય નારીને પણ સાચવવાનો અધિકાર છે, જો આપણી ભારતીય નારીને કોઈ ઠેસ પહોંચતી હોત તો તે આપણને પણ ઠેસ પહોચે છે એમ સમજશો તો જ મહીલાઓ પર થતા  અત્યાચાર, ઘરેલુ હીંસા,અપમાન , વગેરે પર કાબુ માં લઈ શકશું.
મહીલાઓએ પોતાની મર્યાદાઓ નું ભંગ ના થાય અને પોતાનું માનસન્માન , જળવાઈ રહે, સુરક્ષીત અને તંદુરસ્ત રહે તે બાબતે પોતે જાતે જ જાગ્રુત બની મેદાનામાં જવાની જરૂર છે.તો જ આ જગતની એટલેકે ભારતીય નારી પોતાની નારીત્વ શકિત ને ખીલવી શકસે. દરેક મશહીલાઓએ યોગ્ય શિક્ષા પ્રાપ્ત કરી જીવનમાં યોગ્ય માન મર્યાદા જળવાઈ રહે તે રીતે નીડર બનીને જીવન ગુજારવું તો જ આ મહીલાઓ સમાજના હિતાર્થે કંઈક કરી પ્રગતિના પંથે આખા સમાજને આગળ દોરી શકસે.
આમ, આ અમારા ટુંકા વિચારો તમારા માનસ જગત માં ઉતારી મહીલાઓના વિકાસ બાબતે સામાજીક પૂયત્નો કરવામાં આવે તેવો કંઈક વિચાર કરશો.
આમ, સર્વ સમાજના લોકો મહીલાઓ બાબતે જાગ્રુત બનીને પોતાના સમાજની મહીલાઓને ઘરની ઉમરાંઠ આંળંગવાની મદદ કરશે તો તે સ્ત્રી તમારા સમાજને પ્રગતિ તરફ લઈ જતાં જરાય ખચકાશે નહો તોં આ બાબતે સામાજીક સંસ્થાનો, સંગઠનો એ યોગ્ય વિચાર કરી મહીલાઓના ઉત્થાન અને વિકાસ માટે પ્રયાસો હાથ ધરવા અપીલ છે.

સ્વતંત્રતાની સરવાણીઓને સલામ

સહિયર (સ્ત્રી સંગઠન) દ્વારા વડોદરા શહેરની ૯ જેટલી શાળાઓમાં તા. ૧/૮/૧૫ થી ૧૫/૮/૧૫ દરમ્યાન “સ્વતંત્રતાની સરવાણીઓને સલામ: અમને જોઈએ આઝાદી“ વિષય અંતર્ગત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ન્યુએરા ગર્લ્સ હાઇસ્કુલ(ભૂતડી ઝાપા), વિદ્યામંદિર વિદ્યાલય (કિશનવાડી), મહર્ષિ અરવિંદ વિદ્યાલય(નવજીવન), નારાયણ વિદ્યાલય(વાઘોડિયા રોડ), વેબ મેમોરીયલ ગર્લ્સ હાઇસ્કુલ(નિઝામપુરા), સયાજી ગર્લ્સ હાઇસ્કુલ(ઘડીયાળીપોળ), એમ.ઈ.એસ.ગર્લ્સ હાઇસ્કુલ(મોગલવાડા), આર્ય કન્યા વિદ્યાલય(કારેલીબાગ), શ્રી રંગ વિદ્યાલય(નાલંદા પાણીની ટાંકી પાસે) માં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં આશરે ૭૨૫ વિદ્યાર્થીનીઓ અને ૪૩ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
૧૫મી ઓગષ્ટ ૧૯૪૭ના રોજ ભારત દેશ અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયો હતો ત્યારે ભારતની આઝાદી માટે અનેક સ્ત્રીઓએ પુરુષો સાથે ખભેખભા મિલાવીને બલિદાનો આપ્યા હતા. અહિંસક સત્યાગ્રહ ઉપરાંત સશસ્ત્ર ક્રાંતિકારી પ્રવૃત્તિ હોય કે આઝાદ હિંદ ફોજની પ્રવૃત્તિ હોય આ તમામ ક્ષેત્રોમાં સ્ત્રીઓએ બલિદાનો આપ્યા હતા, પરંતુ આપણા ઇતિહાસમાં તેઓ અદ્રશ્ય રહ્યા છે. સ્વતંત્રતાના આંદોલનનો ઈતિહાસ માત્ર “HIS-STORY”બનીને રહી ગયો છે. તેમાં “HER-STORY” એટલેકે સ્ત્રીઓના યોગદાન, બલિદાનની વાત લોકો સુધી પહોચે, અને તેઓને યાદ કરી સલામી આપે તે હેતુથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
સ્વતંત્રતા એટલે આપણા દેશમાં આપણું રાજ. કાયદા સમક્ષ સૌ સમાન. ભારત સ્વતંત્ર થયાને ૬૮ વર્ષ થઇ રહ્યા છે. આ સ્વતંત્રતા સ્ત્રીઓ સુધી કેટલી પહોચી છે? ઘરમાં, સમાજમાં અને કાયદાઓમાં કેટલી સ્વતંત્રતા છે? ભારત દેશની સ્વતંત્રતા માટે, સ્ત્રીઓની સ્વતંત્રતા માટે અને સ્ત્રી શિક્ષણ માટે યોગદાન આપનાર ૩૪ જેટલી સ્ત્રીઓના જીવન, સંઘર્ષ વિષે અને ભૂતકાળનો સમાજ બદલાયો છે, તેને બદલવા માટે યોગદાન આપનાર સ્ત્રીઓએ જે પ્રયત્નો કર્યા છે તે વિષે શાળાના વિદ્યાર્થીઓ ધ્વારા પોતાની જ શાળામાં રજૂઆત કરવામાં આવી હતી. તેમાં આઝાદીની ચળવળમાં ભાગ લીધેલ સાવિત્રીબાઈ ફૂલેઝલકારીબાઈબેગમ હજરત મહાલઉદાદેવીપંડિત રમાબાઈ સરસ્વતીરકમાંબાઈમેડમ કામાસરલાદેવી ચૌધરાની, સરોજીની નાયડુવિદ્યાગૌરી નીલકંઠરુકૈયા સખાવતહુસેનકસ્તુરબા ગાંધીશારદાબેન મહેતાઅનસુયાબેન સારાભાઇરાજકુમારી અમૃતકૌરમીઠુબેન પેટીટહંસાબેન મહેતા, કમલાદેવી ચટ્ટોપાધ્યાયમણીબેન પટેલમણિબહેન કારાપુષ્પાબેન મહેતાઅરુણા અસફઅલીરાની ગાઈડીન્યુલદુર્ગાદેવીબીનાદાસશાંતિ ઘોષ ,પ્રીતીલતા વાડેદર, દુર્ગાબાઈ દેશમુખમૃદુલા સારાભાઇકમળાબેન પટેલ, ડો. લક્ષ્મી સહગલસોફીયાખાન હોમાઈ વ્યારાવાલાદશરીબેન પટેલ વગેરે સ્ત્રી પાત્રોને ઓળખે તે માટે ફોટોગ્રાફ્સ ધ્વારા નાનકડી ફિલ્મ બતાવવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીનીઓએ પોતાના વિચારો અને પોતાના પ્રશ્નો પણ રજુ કર્યા હતા.
સમાજમાં ( સ્ત્રીઓના સંદર્ભમાં ) હજી શું બદલાવ લાવવાની જરૂર છે એટલે કે શું પરિવર્તન લાવવાની જરૂર છે, તે વિષે પૂછવામાં આવ્યું ત્યારે નીચે મુજબના જવાબો મળ્યા.
બધી જ શાળાઓમાંથી વિદ્યાર્થીઓએ ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે
  • મરજી પ્રમાણે કપડા પહેરવાની છૂટ હોવી જોઈએ.
  • છોકરીઓ નોકરી કરી શકે તેવી તકો મળવી જોઈએ.
  • ગર્ભમાં છોકરી હોય તેવી ખબર પડે એટલે ગર્ભપાત કરાવે છે તો એબોર્શન બંધ કરવા જોઈએ.
  • રોકટોક ના હોવી જોઈએ.
  • રસ્તા પર છોકરીઓ સાથે છેડતી ના થવી જોઈએ.
  • રાત્રે પણ છોકરી એકલી બહાર જઈ શકે તેવું હોવું જોઈએ.
  • ક્યાય પણ જઈએ તો સલામતી હોવી જોઈએ.
  • સ્ત્રીઓ માટે પુરુષો ગાળો બોલે છે અને મારે છે તે બંધ કરવું જોઈએ.
આ બધું કરવા માટે શું પ્રયત્ન કરવા પડે?- તેના માટે વિદ્યાર્થીઓએ જણાવ્યું કે......
  • સૌથી પહેલા તો કાયદા કડક બનાવી અમલ કરવો જોઈએ.
  • સ્ત્રીઓનું માન જળવાય, છોકરાઓ પણ છોકરીઓનું ખાસ માન જાળવે.
  • સ્ત્રી સ્ત્રીનું સન્માન કરે( સાસુ વહુનાં ઝઘડાનાં કારણમાં બંનેને બીજે ક્યાય તક નથી મળતી)
  • સુરક્ષાની તાલીમ આપવી જોઈએ.
  • શિક્ષણ વધારે મેળવવું જોઈએ.
  • પોલીસ બધી જગ્યાએ સતત રહેવી જોઈએ.
  • ડરવું નહિ અને પોતાની જાત પર આત્મવિશ્વાસ રાખવો જોઈએ.
  • માતાપિતાએ ધ્યાન આપવું જોઈએ.
  • મુશ્કેલીના સમયમાં આત્મ વિશ્વાસ ડગવો ના જોઈએ.
  • છેડખાની થાય તો પરિસ્થિતિ જોઇને કોઈ પગલું ભરવું જોઈએ.
  • સ્ત્રીઓનું સંગઠન બનાવીને બીજી સ્ત્રીઓને મદદ કરવી જોઈએ.
  • સ્ત્રીઓને ખરાબ રસ્તે લઇ જવામાં આવે છે તો તેના માટે અવાજ ઉઠાવવો જોઈએ.
  • બાળલગ્નો થાય છે તો તે બંધ કરવા, પુખ્ત ઉંમરે લગ્ન કરે તો સારું ખરાબ વિચારી શકે.
પ્રથમ વખતના આ કાર્યક્રમમાં છોકરીઓના કહ્યા પ્રમાણે હજીપણ સમાજમાં પરિસ્થિતિ બદલવાની જરૂર છે એટલેકે આપણો દેશ આઝાદ થઇ ગયો છે પણ છોકરીઓ, સ્ત્રીઓને આઝાદી નથી મળી. સ્ત્રીઓની પરિસ્થિતિમાં જોઈએ તેટલો બદલાવ આવ્યો નથી


Thursday, 19 March 2020

ડીફેન્સ ઓ ડાન્સ

ડીફેન્સ ઓ ડાન્સ શું  છે  ?


ડીફેન્સ ઓ ડાન્સ એક બેજોડ કોન્સેપ્ટ છે જેમાં ફાયર ઓફ ફ્રીડોમ - પાવર ઓફ મ્યુઝીક  થીમ હેઠળ મહિલાઓ  ને ક્યારે ન ભૂલી શકાય તેવી આત્મરક્ષણ ની પદ્ધતિઓ શીખવવાની પહેલ કરવામાં આવી છે.
આ તમામ શારીરિક અને માનસિક કવાયતો અને પદ્ધતિ વિશેષ રીતે તૈયાર કરવામાં આવી છે, જેથી તે 8 વર્ષ થી માંડીને 80 વર્ષ સુધીની મહિલાઓ ને જરૂરિયાત ના સમયે ઉપયોગ માં આવે તથા જેને ડાન્સ ની જેમ સરળતા થી શીખી શકાય.

ડીફેન્સ ઓ ડાન્સ કેમ ?


યુવતીઓ , મહિલાઓ ને ક્યારેય ન ભૂલી શકાય તેવી પદ્ધતિ થી આત્મરક્ષણ ના પાઠ શીખવા પ્રોત્સાહિત કરવી.
ઉદાહરણ દ્વારા સમજાવવું કે આત્મરક્ષણ ના પાઠ શીખવા ડાન્સ શીખવા જેટલાજ  સરળ છે.
માનસિક કવાયત દ્વારા વિરોધી પર વિજય મેળવવો।
મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે જાગ્રતિ લાવવી.
મહિલાઓ માટે એક થવાથી તથા સાથે મળીને કામ કરવાથી "સીસ્ટરહુડ " ની ભાવના વિકસશે.
ડીફેન્સ ઓ ડાન્સ ક્લબ માં રજીસ્ટરેશન કરાવીને સભ્ય બન્યા બાદ બીજા ઘણા ફાયદા થશે.

કાર્યક્રમ નું આયોજન ડીફેન્સ "ઓ" ડાન્સ:


1 ફેબ્રુઆરી 2015 ના રોજ સરદાર પટેલ સ્ટેડીયમ ખાતે સવારે 6.30 વાગે ડીફેન્સ ઓ ડાન્સ કાર્યક્રમ હતો
વિવિધ ક્ષેત્ર ની અંદાજે 25000 મહિલાઓ આ કાર્યક્રમ માં જોડાઈ હતી.
સ્ટેજ પર મુખ્ય કોરીઓગ્રફેર ની ટીમ સાથે ડાન્સ કર્યો હતો. દરેક ગ્રુપ એ આ ડાન્સ નું અનુકરણ અને પુનરાવર્તન કર્યું હતું. જેથી ડાન્સ દ્વારા આત્મરક્ષણ ની પદ્ધતિ શીખી શકાય.
આર્માંરક્ષણ ની પદ્ધતિ ભૂલી ના જવાય તે માટે  30 મિનીટ નું  વિશેષ સેશન રાખવામાં આવ્યું હતું.
આકસ્મીક સ્થિતિ માં આત્મરક્ષણ માટે તથા વિરોધી ને પરાસ્ત કરવા માટે માનસિક કવાયત નું પણ સેશન ગોઠવાયુ હતું .

હલ્લા બોલ

સુરક્ષા સેતુ સોસાયટી  અને PoliceHEART 1091 , Halla Bol નામનો  કાર્યક્રમ ઘણા સ્થળો એ  કરીને 9 ઓક્ટોબર ને  મહિલાઓની સલામતી સુરક્ષા દિવસ તરીકે  ઉજવવામાં આવે છે. જે થકી  અમે મહિલાઓની સલામતી સુરક્ષા અને 1091 સ્ત્રી સલામતી હેલ્પ લાઇન સર્વિસ પ્રત્યે જાગૃતિ પેદા કરવા માગીએ  છે.
  1. ગત સમયે આ કાર્યક્રમ ના સમગ્ર અમદાવાદ માં  350 + સંસ્થાઓ, શાળાઓ, કોલેજો, એસોસિએશનો, ક્લબ, તથા કંપનીઓ માં આશરે 425+ સત્રો એકજ દિવસ માં યોજાયા હતા . આશરે 1.10 લાખ + પ્રેક્ષકો
  2. 50 + + મ્યુનિસિપલ શાળાઓ
  3. હાર્લી ડેવીડસન બાઇક રાઇડર્સ ક્લબ સભ્યો દ્વારા સવારે મોટર સાયકલ રેલી  અને પછી મહાનુભાવો અને વિદ્યાર્થીઓ સાથે સેન્ટ કબીર સ્કૂલ ખાતે 7 ફૂટ મોટી Halla Bol  પતંગ ઉડ્ડયન
  4. ડૉ નંદા આઈએએસ (Addl મુખ્ય સચિવ, ગૃહ વિભાગ) ડૉ મીરા Ramnivas આઇપીએસ (આઇજીપી સીઆઇડી-ક્રાઇમ) શ્રી અનિલ પ્રથમ, આઈપીએસ (આઇજીપી મહિલા સેલ સીઆઇડી ક્રાઇમ) શ્રીમતી. લીલાબેન  અંકોલીયા  (અધ્યક્ષ રાજ્ય મહિલા આયોગ ) મુખ્ય મહેમાન તરીકે અલગ સંસ્થાઓમાં ઉપસ્થિત રહ્યા હતા.

લગ્નવિચ્છેદમાં બાળકોનો શું વાંક?

જ્યારે પણ આપણે બાળકની વાત કરીએ ત્યારે આપણે બાળકને આપણા સમાજનાં માળખાનાં એક મહત્ત્વપૂર્ણ ભાગરૂપે જોતાં હોઈએ છીએ. સમાજ નહીં પણ આપણે જ્યારે રાષ્ટ્રની અથવા વિશ્વની વાત કરીએ ત્યારે પણ બાળકને ભાવી પેઢીના ઘડવૈયા તરીકે જોતાં હોઈએ છીએ. એક બાજુ આપણે બાળકો માટે આવું ચિત્ર કલ્પીએ છીએ, તો બીજી બાજુ બાળકોને માટે આપણી એટલે કે સમાજની શું જવાબદારી છે તે ક્યાંક ભૂલી ગયાં છીએ. બાળકોને તેમના અધિકાર મળે તે માટે અનેક કાયદા હોવા છતાં અસંખ્ય બાળકોને બાળમજૂરી, ભૂખમરો અને ભીખ માગવામાંથી આપણે ઉગારી નથી શક્યાં. આ રહ્યું સમાજનું ચિત્ર પણ જ્યારે કુંટુંબની વાત કરીએ અને તેમાં જ્યારે લગ્નવિચ્છેદને કારણે પતિ-પત્ની કે મા-બાપ છૂટાં પડતાં હોય છે ત્યારે એ બાળકના અધિકાર વિશે કોઇ ખાસ કે વિશેષ ધ્યાન અપાતું હોય તેવું જણાતું નથી. બાળકનો ફક્ત કબજો માગતાં હોય છે અને કોર્ટ બાળકનો ઉછેર, કાળજી અને પાલનપોષણ કોણ સારી રીતે કરી શકે તે પક્ષકારને બાળક સોંપતી હોય છે.
પ્રશ્ન એ થાય છે કે, લગ્નવિચ્છેદની સીધી અસર બાળક પર પડે છે. પતિ-પત્ની તો છૂટા થવામાં, બાળકને ભણાવવા માટે પૈસાની વ્યવસ્થા કરવામાં, પોતાની આગળની જિંદગીના વિચારમાં બાળકને માનસિક અસર શું થતી હશે તે ઉપર બહુ ઓછાં લોકો ધ્યાન આપતાં હોય છે. બે દાખલા કહીશ અને વાચકોને વિનંતી કરીશ કે, તમે જ આ કેસોમાં વિચારીને ન્યાય કરો અને કહો કે અન્યાય કોને થયો? કાયદો બાળકને ભરપૂર રક્ષણ આપે છે, પાંચ વર્ષનું થાય ત્યાં સુધી માતા પાસે રહેવા દે છે તેનાં ભરણપોષણ અંગે પૂરતી વ્યવસ્થા થાય તેવી જોગવાઈ કાયદો કરે છે પરંતુ તેનાથી શું બાળક એ પરિસ્થિતિ સહજતાથી સ્વીકારી લે છે?
એક કેસમાં લગ્નવિચ્છેદ માટે પતિ-પત્ની બંને કોર્ટમાં જતાંની સાથે તૈયાર થઈ ગયાં અને કોર્ટ સમક્ષ પત્નીએ ફક્ત એટલું જ કહ્યું કે અમારાં બંને બાળકો નામદાર કોર્ટ જો મને આપે તો જ હું છૂટાછેડા માટે તૈયાર છું. પતિ પુષ્કળ પૈસાપાત્ર હતો, તેને બીજી સ્ત્રી જોડે લગ્ન કરવાની ઉતાવળ હતી અને કોઈ પણ ભોગે છૂટાછેડા જોઇતા હતા. પત્નીએ કોર્ટને કહ્યું કે મારે માટે આ જગતમાં મારાં બાળકોથી વિશેષ કંઈ છે નહીં અને તેથી મારાં બાળકો મને સોંપી દો. બાળકોને કોર્ટે ચેમ્બરમાં બોલાવીને પૂછયું તો સાત વર્ષનો દીકરો અને પાંચ વર્ષની દીકરી બંનેએ મા જોડે જવાની ઇચ્છા દર્શાવી. નામદાર કોર્ટે બાળકો માતાને સોંપ્યાં અને છૂટાછેડાના કાગળો ઉપર સહી થઈ ગઈ અને પતિ-પત્ની છૂટાં થઈ ગયાં.
બીજા એક કેસમાં વાત છૂટાછેડાની નહોતી, પરંતુ પતિ પત્નીને ખૂબ જ ત્રાસ આપતો હતો અને પાંચ મહિનાનાં બાળક સાથે પત્નીને તેણે કાઢી મૂકી હતી. પત્નીએ પતિ અને તેનાં મા-બાપ ઉપર ત્રાસ આપવાનો કેસ કર્યો અને સાથે-સાથે ભરણપોષણનો દાવો માંડયો. કેસ ચાર વર્ષ ચાલ્યો અને કોર્ટે પત્નીને અને દીકરાને ખાધાખોરાકી બાંધી આપી જ્યારે ખાધાખોરાકી આપવાનો વખત આવ્યો અને ત્રાસ આપવાનો કેસ ચાલવા પર આવ્યો ત્યારે પતિને પૈસા આપવામાં તકલીફ પડી અને કેસમાં સજા થાય એની બીક પણ લાગી. ત્રાસ અંગેનો કેસ બરાબર ચાલવા આવ્યો ત્યારે પતિએ કહ્યું કે, તે છૂટાછેડા આપવા માગે છે. પત્નીને જ્યારે નામદાર કોર્ટે પૂછયું ત્યારે પત્નીએ થોડા દિવસ પછી વિચાર કરીને જવાબ આપવાનું કહ્યું. વળતી મુદતે પત્નીએ કોર્ટમાં કહ્યું કે, છૂટાછેડા હું એક શરતે આપીશ કે, બાળકને પતિ લઈ જાય. કોર્ટ વિચારમાં પડી ગઈ, કારણ કે સામન્ય રીતે પત્ની કે મા બાળકને વિખૂટા ન થવા દે પણ અહીંયાં તો કંઇ જુદી જ પરિસ્થિતિ હતી. કોર્ટે પત્નીને ચેમ્બરમાં બોલાવીને પૂછયું કે તમે તમારા પાંચ વર્ષનાં બાળકને આટલી સહેલાઇથી તમારાથી છૂટો પાડી દો છો તે કેમ? પત્નીએ કહ્યું કે મારી પાસે આવકનું સાધન નથી, ઓછી ખાધાખોરાકીમાં હું એને ભણાવી નહીં શકું અને ખાસ તો બાળકનો અડધોઅડધ હક્ક તો મારા પતિનો છે ને? શા માટે એ બાળકને ના ઉછેરે? દરેક વખતે કોઈ સ્ત્રીએ જ બધું જતું કરવું પડે એવું ન હોયને સાહેબ? બંને પક્ષને સાંભળી કેસ બંધ કરાયો અને છ મહિના પછી બંને પતિ-પત્ની છૂટાં પડયાં અને પત્નીએ બાળકનો કાયમ માટેનો કબજો પતિને સોંપી દીધો.
બેઉ કેસમાં કાયદો હોવા છતાં પક્ષકારોએ તેમનો નિર્ણય પોતાને ધ્યાનમાં રાખીને જ લીધો. પહેલા કેસમાં પતિએ બીજી સ્ત્રી સાથે લગ્ન કરવા માટે અને જલદી છૂટાછેડા મળી જાય તે માટે પત્નીની શરત સ્વીકારી અને એક ધડાકે બાળકો પત્નીને સોંપી દીધાં. બીજા કેસમાં પત્નીએ પોતાને સ્વકેન્દ્રમાં રાખી બાળક પતિને સોંપી દીધું અને કેસ પાછો ખેંચી લીધો. બેઉ કેસોમાં આપણે વિચારીએ કે બાળકોનો શું વાંક? મા-બાપનાં લગ્નવિચ્છેદને લીધે બાળકોએ મન મારીને એક જ વાલી જોડે રહેવું પડે છે જ્યારે તેમનું મન હંમેશાં એવું ઝંખતું હોય છે કે તેમનાં માતા-પિતા જોડે રહે અને તેઓ તેમનો બંનેનો પ્રેમ મેળવે. એક વિકસિત સમાજ તરીકે શું આપણે મતભેદો આપણાં બાળકો માટે બાજુમાં મૂકીને કાયદાની મદદ વગર આપણાં બાળકોને હૂંફવાળી જિંદગી આપી ન શકીએ ?


જાતીય ગુના વિરૂદ્ધ બાળકો અને મહિલાઓની સુરક્ષા

પોકસોના કાયદા નીચે અઢાર વર્ષથી નીચેના બાળકો તથા બાળકીઓ પર કોઈપણ જાતિનો જાતીય હુમલો કે જાતીય સતામણી થાય તો તે હુમલો કરનાર કે સતામણી કરનાર સામે તાત્કાલિક કેસ દાખલ કરી શિક્ષાને પાત્ર ગુનો રજીસ્ટર કરી તે વ્યક્તિને સજા થઈ શકે છે. અગત્યની વાત એ છે કે આ કાયદા નીચે બાળક કે બાળકીઓ ઉપર થતાં જાતીય હુમલા અને જાતીય સતામણીનાં કેસોની જાણ કેવી રીતે થાય, કેસ ક્યાં કરાય અને કેટલી સજા થાય તે મુદઓ કાયદામાં આપ્યા છે પરંતુ શું તે હુમલાનો અને સતામણીનો ભોગ બનનાર બાળક કે બાળકીને તેની જોડે થતાં ગુના અંગે ખબર હોય છે? તે અંગે પણ આ કાયદાઓ વિશિષ્ટ જોગવાઈ કરી છે.
આ કાયદા નીચે “જાતીય-હુમલો” જે કોઈપણ, જાતીય ઈરાદાથી કોઈપણ બાળકના યોનિ, શિશ્ન, ગુદા અથવા છાતીને સ્પર્શે અથવા બાળકને આવી વ્યક્તિ અથવા અન્ય કોઈપણ વ્યક્તિના યોનિ, શિશ્ન, ગુદા અથવા છાતીને સ્પર્શ કરાવે, અથવા જાતીય ઈરાદાથી અંગ-પ્રવેશ સિવાય અન્ય કોઈપણ પ્રક્રિયા દ્વારા શારીરિક સંબંધ કરે તો તેને જાતીય-હુમલો કર્યો કહેવાય. આ ગુના માટે ઓછામાં ઓછી ત્રણ વર્ષની કારાવાસની શિક્ષા કે જેને પાંચ વર્ષ સુધીના કોઈપણ સમયગાળા સુધી વિસ્તારી શકાય અને તે દંડને પાત્રપણ ઠરશે.
“જાતીયા હુમલા” ના બે પ્રકારનાં હુમલા આ કાયદો વર્ણવે છે- “પ્રવેશ જાતીય હુમલો” અને “ઉગ્ર પ્રવેશ જાતીય” હુમલો. બંનેની વિસ્તારપૂર્ણ વ્યાખ્યા આ કાયદામાં આપેલી છે. પ્રવેશ જાતીય હુમલો કરનારી વ્યક્તિ બાળકને પોતાની સાથે અથવા અન્ય કોઈ વ્યક્તિ સાથે તે બાળકનાં શરીરનાં કોઈપણ ભાગને હસ્તપ્રક્રિયાથી બાળકના શરીરના કોઈપણ ભાગમાં અંગ-પ્રવેશ કરાવે અથવા બાળકના શરીર સાથે કોઈપણ જાતની શારીરિક છેડછાડ કરે અથવા અન્ય કોઈપણ વ્યક્તિ સાથે આવું કરાવે તો તે વ્યક્તિ પ્રવેશ જાતીય હુમલાનો ગુનેગાર કહેવાય. આવો ગુનો આચરનારાને ઓછામાં ઓછી સાત વર્ષથી લઈને આજીવન કારાવાસ સુધીની સજા અને દંડ થઈ શકે છે.
ઉગ્ર પ્રવેશ જાતીય હુમલો કરનારાને દશ વર્ષથી માંડીને આજીવન કારાવાસની સજા તેમજ દંડ થઈ શકે છે. આ હુમલાને આ કાયદાએ બહુ જ વિસ્તારપૂર્ણ વર્ણવ્યો છે અને કઈ વ્યક્તિઓને આ ગુના માટે દોષી ઠરાવાય તેનું વર્ણન “પોકસો”ના કાયદામાં કલમ-૯ પ્રમાણે આપેલું છે. આ અંગે આવતા અંકમાં જણાવીશું.
આ કાયદામાં “જાતીય-સતામણી” એટલે જે વ્યક્તિ જાતીય ઈરાદા સાથે, કોઈ શબ્દ ઉચ્ચારે અથવા કોઈ અવાજ કાઢે કે જેને બાળક સાંભળી શકે અથવા કોઈપણ હાવભાવ દ્વારા અથવા ઈરાદાથી કોઈ વસ્તુ કે શરીરનો કોઈપણ અંગ બતાવે કે જેને બાળક જોઈ શકે અથવા બાળકને તેના શરીર અથવા તેના શરીરનો કોઈપણ ભાગને એવી રીતે પ્રર્દિશત કરાવે કે, તેને આવી વ્યક્તિ અથવા અન્ય કોઈ વ્યક્તિ જોઈ શકે, અથવા નગ્ન કામચેષ્ટાના ઈરાદા સાથે પ્રચાર-પ્રસારના માધ્યમ દ્વારા બાળકને કોઈ વસ્તુ તરીકે દેખાડવી, અથવા પ્રત્યક્ષ રીતે કાંતો બાળકનો સતત કોઈપણ પ્રકારે પીછો કરવો અથવા નજર રાખવી અથવા બાળકને કોઈપણ પ્રચાર-પ્રસારના કોઈપણ માધ્યમ દ્વારા અથવા બાળકના શરીરના કોઈપણ ભાગને જાતીય-કૃત્ય માટે રજૂ કરીને ઉપયોગ કરવાની ધમકી આપવી, અથવા નગ્ન કામચેષ્ટાના હેતુસર બાળકને લલચાવવું અથવા આના માટે બાળક ઉપહાર આપવો, તો આને બાળક ઉપર જાતીય-સતામણી કરી કહેવાય. આ ગુના માટે ત્રણ વર્ષ સુધીના કોઈપણ સમયગાળા માટેની કારાવાસની શિક્ષા થઈ શકશે અને તે દંડને પાત્ર પણ કરશે.
આ જ રીતે અશ્લીલ સાહિત્યના ઉદ્શ માટે જો બાળકનો ઉપયોગ થાય એટલે કે કોઈપણ, પ્રચાર-પ્રસારના માધ્યમની કોઈપણ રીતના એટલે કે જેમાં ટેલિવિઝન ચેનલ અથવા ઈન્ટરનેટ અથવા અન્ય બીજા કોઈપણ ઈલેકટ્રોનીક માધ્યમ દ્વારા પ્રસારીત કાર્યક્રમ કે જાહેર-ખબર કે જેમાં જાતીય-સંતૃપ્તી માટેના ઉદ્શસર કે જેમાં બાળકના જાતીય-ઈન્દ્રિયોને દર્શાવવું. વાસ્તવિક અથવા ખોટા જાતીય-કૃત્યમાં બાળકને સંલગ્ન કરવા માટે ઉપયોગ કરવો. અથવા બાળકને અશ્લીલ અથવા બિભિત્સ રીતે દર્શાવવું તો તેવું કૃત્ય કરનારી વ્યક્તિને અશ્લીલ કામગીરીના ઉદ્શ માટે બાળકના ઉપયોગ ગુના માટે દોષીત ગણવામાં આવશે અને આ ગુનો આચરનારાને પાંચ વર્ષ સુધીની કોઈપણ પ્રકારની કોઈપણ સમયગાળા માટે કારાવાસની શિક્ષા આપી શકાશે અને તે દંડને પાત્ર પણ ઠરશે. બીજીવાર દોષી ઠરનારને સાત વર્ષની સજા એ દંડ અને કલમ-૧૩ પ્રમાણેના ગુનાની ગંભીરતા પ્રમાણે સજા કારાવાસ સુધીની પણ થઈ શકે અને દંડ પણ થઈ શકે. પ્રકાર જો આવી વ્યક્તિ, બાળકનો ઉપયોગ અશ્લીલ સાહિત્યના ઉદ્શસર સીધી રીતે નગ્ન-કામચેષ્ટાના સંબંધી કૃત્યમાં ભાગીદાર બનાવીને, કલમ-૩માં દર્શાવવામાં આવેલો ગુનો કરે તો તેને કોઈપણ સમયગાળા માટે, કોઈપણ પ્રકારની, કારાવાસની શિક્ષા આપી શકાશે કે જે દશ વર્ષ કરતાં ઓછી ન હોય પણ જેને આજીવન કારાવાસ સુધી વિસ્તારી શકાશે અને દંડને પાત્ર ઠરશે. જે કોઈ વ્યક્તિ બાળકને સાંકળતા અશ્લીલ સાહિત્ય સામગ્રી એકત્રીત કરી રાખે તો તેને પણ ત્રણ વર્ષ સુધીની જેલની સજા અને દંડ થઈ શકે.


કસ્ટોડીયલ બળાત્કાર અને ૨૦૧૩માં આવેલ ફોજદારી કાયદામાં સુધારા

કસ્ટોડીયલ બળાત્કાર એટલે જાપ્તા દરમ્યાન બળાત્કાર થયેલ બળાત્કાર. મહિલાઓ વિરુદ્ધ આચરવામાં આવતા ગુનાઓમાં મહિલાઓની સ્થિતિમાં બહુ ફેર નથી પડયો, પરંતુ જો આ ગુનાઓને જોઈએ એટલે કે તેણી સામે આચરવામાં આવતા ગુનાના પ્રમાણ અને આચરવાની રીતોમાં વિવિધતા આવી છે. જાપ્તા હેઠળ ગુજારવામાં આવતો બળાત્કાર એ સખત શિક્ષાને પાત્ર ગુનો છે. બળાત્કારના કેસોમાં જયારે મહિલા જોડે અજાણી વ્યક્તિ હિન કૃત્ય કરવામાં આવે છે ત્યારે તેને શારીરિક પીડા આપનારું તો બને જ છે, પરંતુ જ્યારે તારી સુરક્ષા કરનાર મહિલા ઉપર બળાત્કાર કરે છે ત્યારે આ પીડા અનેકગણી વધી જાય છે. જાપ્તા દરમિયાન જાપ્તામાં રાખનાર વ્યક્તિ જો મહિલા સાથે બળાત્કાર કરે છે ત્યારે તે બે ગુના કરે છે એક તો તે પોતાની ફરજની ઉપેક્ષા કરે છે અને બીજુ તે બળાત્કારનો ગુનો કરે છે તેથી તેને બેવડી શિક્ષા મળવી જોઈએ.
ભારતીય દંડ સંહિતાની કલમ-૩૭૬માં જાપ્તામાં બળાત્કાર અંગેની વિવિધ શિક્ષાની જોગવાઈ થઈ છે. આ ગુનાને કલમ-૩૭૬(૨) પ્રમાણે જાપ્તા બળાત્કારમાં કાયદાની નજરમાં જેઓ રક્ષક છે તેઓને ચાર વિભાગમાં મૂકવામાં આવેલ છે. (૧) જો કોઈ વ્યક્તિ “પોલીસ અધિકારી” હોય અને (૧) જ્યાં તેની નિમણૂક થઈ હોય તે પોલીસ સ્ટેશનની હદમાં અથવા (૨) જ્યાં તેની નિમણૂક થઈ હોય તો પોલીસ સ્ટેશનમાં આવેલું હોય કે ન હોય તેવા ચોકીની મકાનની જગ્યામાં, અથવા (૩) પોતાના જાપ્તામાં અથવા પોતાના તાબાના કોઈ પોલીસ અધિકારીની કસ્ટડીમાં હોય તે કોઈ સ્ત્રી ઉપર બળાત્કાર કરે તો તેને આ ગુનામાં ધરપકડ થઈ શકે છે. જો કોઈ વ્યક્તિ “જાહેર નોકર” હોઈ પોતાના અધિકૃત દરજ્જાનો લાભ લે અને આવા જાહેર નોકરે પોતાની કસ્ટડીમાં અથવા પોતાના હાથ નીચેના જાહેર નોકરની કસ્ટડીમાં હોય તેવી કોઈ સ્ત્રી ઉપર બળાત્કાર કરે તો તેણે આ ગુનો કર્યો કહેવાય. જો કોઈ વ્યક્તિ “જેલ, રિમાન્ડ (ઓબ્ઝર્વેશન) હોમ” ના સંચાલક અથવા કર્મચારી વર્ગના કોઈ સભ્યએ જે તે સમયમાં અમલી હોય તેવા કોઈ કાયદાથી અથવા તે હેઠળ સ્થપાયેલ કસ્ટડીના અન્ય કોઈ સ્થળના અથવા સ્ત્રીઓ કે બાળકોની સંસ્થાના સંચાલક અથવા કર્મચારી વર્ગનો કોઈ સભ્ય હોઈને, પોતાના અધિકૃત દરજજાનો લાભ ઉઠાવે અને એવી જેલ, રિમાન્ડ (ઓબ્ઝર્વેશન) હોમના સ્થળ અથવા સંસ્થામાં રહેતી કોઈપણ અંતેવાસી સ્ત્રી ઉપર બળાત્કાર કરે તો તેને ગુનો કર્યો કહેવાય. જો કોઈ વ્યક્તિ “હોસ્પિટલમાં કામ કરતાં કર્મચારી વર્ગનો સભ્ય” તે પોતાના અધિકૃત દરજજાનો લાભ ઉઠાવે અને તે હોસ્પિટલમાંની કોઈ સ્ત્રી ઉપર બળાત્કાર કરે તો તેને ગુનો કર્યો કહેવાય.
આમ કલમ ૩૭૬ (૨) પ્રમાણે જે કોઈ વ્યક્તિ કસ્ટોડીય બળાત્કાર એટલે કે જાપ્તા દરમ્યાન બળાત્કાર કરે તો તે વ્યક્તિને ઓછામાં ઓછી દસ વર્ષની સખત કારાવાસની શિક્ષા કે જે આજીવન કારાવાસ સુધી વિસ્તારી શકાશે અને દંડને પાત્ર રહેશે. આજીવન કારાવાસનો અર્થ એટલે કે આવી વ્યક્તિનું બાકી રહેલું કુદરતી જીવન સુધીનું રહેશે.
પોલીસ જાપ્તા (કસ્ટડી)માં થયેલ બળાત્કારના કેસોમાં કોર્ટોએ અનેક ચુકાદા આપેલા છે અને રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે પણ ઘણું કામ કરેલ છે. અનેક કેસોમાં કોર્ટોએ પીડિતાને વળતર ચૂકવવાના આદેશ કરેલા છે. ૧૯૯૫માં બનેલ એક કેસમાં તામિલનાડુ રાજ્યમાં પોલીસ સ્ટેશનની અંદર પોલીસ સિપાહી દ્વારા કરવામાં આવેલ જાપ્તા દરમ્યાન બળાત્કારના કેસમાં રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ એ પહેલાં દિવસથી જ કોર્ટના ધ્યાન ઉપર કેસ લાવેલ અને કોર્ટે રાજ્ય સરકારને તાત્કાલિક રૃા. ૧,૦૦,૦૦૦/- પીડિતાને ચૂકવવાનો આદેશ કરેલ. આમ જ્યારે કોઈ મહિલા કાયદાકીય અથવા નૈસર્ગિક રીતે હવાલામાં હોય તે જેના હવાલામાં હોય ત્યારે તેણીની સુરક્ષાની જવાબદારી જેના હવાલામાં હોય તેની હોય છે. જે વ્યક્તિની તેણીની સુરક્ષાની કાયદાકીય રીતે ફરજ બનતી હોય અને તેવી વ્યક્તિ જો બળાત્કારનો ગુનો કરે તો તેઓને “કસ્ટોડીયલ રેપ”ની વ્યાખ્યામાં સમાવિષ્ટ કરેલ છે.


ગર્ભવતી મહિલા–બળાત્કાર અને કાયદાની જોગવાઈઓ

વર્ષ ૨૦૧૨માં ડિસેમ્બરમાં થયેલ સામૂહિક બળાત્કારના કેસ જેને “નિર્ભયા બળાત્કાર” કેસ તરીકે ઓળખવામાં આવે છે તે કેસથી દેશમાં એક શોકનું વાતાવરણ ઊભું થયેલ અને ત્યારબાદ કાયદામાં રહેલી ઊણપ પૂરી કરવા સરકારે ફોજદારી કાયદામાં સુધારા કર્યા અને મહિલા વિરુદ્ધ થતાં અમાનવીય તથા બર્બર હુમલાઓને રોકવા માટે વિશેષ કાયદાકીય જોગવાઈઓ કરવામાં આવી.
કલમ ૩૭૬ જે બળાત્કારના ગુના અંગેની છે તેમાં સુધારા કરવામાં આવ્યા, “કલમ ૩૭૬ નીચે બળાત્કાર, કસ્ટોડીયલ બળાત્કાર, ગર્ભવતી સ્ત્રી ઉપર બળાત્કાર, ૧૨ વર્ષથી ઓછી વયની છોકરી ઉપર બળાત્કાર, સામૂહિક બળાત્કાર અને પતિ દ્વારા બળાત્કાર” એ વ્યાખ્યાઓ આવરી લેવામાં આવી છે.
કસ્ટોડીયલ બળાત્કાર એટલે જાપ્તા દરમ્યાન થયેલ બળાત્કાર એના વિશે આપણે અગાઉ ચર્ચા કરી. ગર્ભવતી સ્ત્રીને સુરક્ષા મળી રહે તે માટે કાયદામાં ખાસ જોગવાઈ કરવામાં આવેલ છે. તેણીને સુરક્ષા પ્રદાન કરવાના હેતુને અનુસરવા આ કલમ એટલે કે ૩૭૬ની પેટા કલમ-૨માં તે અંગે જોગવાઈ કરવામાં આવેલ છે.
આ કલમમાં મહિલાના લાભાર્થે કરવામાં આવેલી જોગવાઈ છે અને તેથી અહીંયા શંકાનો લાભ ગુનેગારને મળતો નથી તેમ છતાં આ પરિસ્થિતિમાં બે અધિકારો એક સાથે ઉપસ્થિત થાય છે. એક બળાત્કારી તરફી છે કે જેમાં તેને શંકાનો લાભ એ રીતે મળે છે કે તે એવું જણાવે કે, આ ગુનો કરતી વખતે તેને એ હકીક્તની જાણ ન હતી કે તેણી ગર્ભવતી છે. જ્યારે બીજી તરફ આવી સ્ત્રીને આ સમયગાળા દરમ્યાન વિશેષ સુરક્ષાનો અધિકાર છે.
આના સંબંધે માનનીય સર્વોચ્ચ અદાલતે ગુનો કરતી વખતે ગુનેગારને ખબર ન હતી કે તેણી સગર્ભા છે તેના આધાર ઉપર બળાત્કારીની સજા દસ વર્ષથી ઘટાડીને સાત વર્ષ કરી છે. કેસમાં અદાલતે એવું નોંધ્યું કે, જ્યારે બળાત્કારીને મહિલાની સગર્ભાવસ્થાની સ્થિતિની ખબર જ ન હતી તેથી આ પેટા કલમની જોગવાઈઓ અસ્તિત્વમાં આવતી નથી.
આ કાયદાની પેટા કલમ પ્રમાણે જો બાર વર્ષથી ઓછી વયની છોકરી ઉપર બળાત્કાર કરવામાં આવે ત્યારે ગુનેગારને ઓછામાં ઓછા દસ વર્ષની સખત કારાવાસની શિક્ષા જે આજીવન કારાવાસ સુધી લંબાવી શકાય અને દંડ થઈ શકે તેવી જોગવાઈ છે. આ શિક્ષા પાછળ એ હેતુ છે કે જયારે નાની બાળકી ઉપર બળાત્કાર કરવામાં આવે છે ત્યારે આ અત્યાચારને બાળ માનસ સમજી શક્તું નથી કે તેની સાથે કયો ગુનો થઈ રહ્યો છે અને તેથી આ હીન કક્ષાના અત્યાચાર માટે આ સજાની જોગવાઈ કરવામાં આવી છે.
આવા એક કેસમાં જયારે દોઢ વર્ષીય છોકરી પર બળાત્કાર થયેલ જેના પરિણામે તેનું મૃત્યુ થયેલ અને પુરાવાના આધારે એ સાબિત થઈ ગયું કે, આરોપીએ દોઢ વર્ષની નાનકડી છોકરી ઉપર બળાત્કાર કર્યો અને તેને કારણે તેણી મૃત્યુ પામેલ ત્યારે આરોપીને દેહાંત દંડની સજા કરેલ એટલે કે ફાંસીની સજા કરેલ.
કોર્ટે એવું પણ ચુકાદામાં લખેલ કે આરોપીઓ પોતાના ગંદા અને વિકૃતિથી ભરેલા માનસનું પ્રદર્શન કર્યું છે. આ અંગે અદાલતે આવા કેસો માટે માર્ગદર્શક રેખાઓ દોરી આપી અને આરોપીની સજાનું સ્થાન પરિવર્તીત કરતા દેહાંતદંડને બદલે આજીવન કારાવાસની સજા ફરમાવી.
આ કલમમાં સામૂહિક બળાત્કાર (ગેંગ રેપ) વિશે પણ જોગવાઈ કરી છે. આ ગુનો જ્યારે એકથી વધુ વ્યક્તિઓ સમૂહમાં સમાન ઈરાદાથી કોઈ સ્ત્રી ઉપર બળાત્કાર કરે ત્યારે તે દરેક વ્યક્તિએ સામૂહિક બળાત્કાર કર્યો છે એમ માનવામાં આવે છે. આ સ્પષ્ટીકરણમાં વ્યક્તિ શબ્દ વાપરવામાં આવ્યો છે.
ફોજદારી કાયદા (સુધારા) અધિનિયમ, ૨૦૧૩થી સામૂહિક બળાત્કારના ગુનાને અલગ કલમ ૩૭૬ (ડી)માં મૂકવામાં આવ્યો છે અને આ માટે શિક્ષાની જોગવાઈ પણ વધારીને ઓછામાં ઓછી વીસ વર્ષની કારાવાસ કે જેને આજીવન કારાવાસની શિક્ષા આપવામાં આવશે કે જેનો અર્થ આવી વ્યક્તિનું બાકી રહેલ કુદરતી જીવન સુધીની કારાવાસ રહેશે, અને આવો દંડ એ પીડિતાને તબીબી સહાય અને તેના પુનઃવસન માટે ઉચિત તથા વાજબી હોય, તેટલો હોવો જોઈએ.
એક જોગવાઈ આ કલમમાં એવી પણ છે કે, જ્યારે પત્નીની ઉંમર ૧૨ વર્ષથી ઓછી હોય અને પતિ જાતીય સંભોગ કરે ત્યારે તેવા કિસ્સામાં પતિને કોઈપણ કાયદાકીય રક્ષણ મળતું નથી અને આવા દરેક કેસમાં બળાત્કારના ગુનેગાર તરફ જે રીતે વર્તવવામાં આવે છે તેવી જ રીતે પતિ સાથે વર્તવવામાં આ કાયદા નીચે આવશે.

સ્ત્રીને રક્ષણ આપતો '૪૯૮(ક)'નો કાયદો

પરિણીત સ્ત્રીઓ પર સાસરિયાંમાં ઘણો ત્રાસ ગુજારવામાં આવતો હોય છે. તેનાં કારણો ઘણાં હોઈ શકે. જેમ કે, સ્ત્રીને બાળકો ન થાય તો ત્રાસ આપવો, સંતાનમાં પુત્રપ્રાપ્તિ ન થાય તો ત્રાસ આપવો, સ્ત્રી ન ગમે તેમજ મા-બાપના ઘરેથી પૈસા ન લાવે તો ત્રાસ આપવો. ત્રાસ એટલે મેણાંટોણા મારવાં, ખરાબ વર્તન કરવું અને શારીરિક માર મારવો. આવા કિસ્સાઓ જ્યારે ખૂબ વધી ગયા છે ત્યારે સ્ત્રીના રક્ષણ માટે ૧૯૮૩માં ભારતીય ફોજદારી ધારામાં કલમ ૪૯૮(એ)નો ઉમેરો કરવામાં આવ્યો. આ કલમની જોગવાઈ મુજબ કોઈ પણ વ્યક્તિ જે કોઈ સ્ત્રીના પતિ કે પતિનાં સગાં હોય તે તેવી સ્ત્રી પ્રત્યે ક્રૂરતા આચરે અને તે ગુનો પુરવાર થાય તો તે વ્યક્તિને ત્રણ વર્ષ સુધીની કેદની સજા તથા દંડ બંને થાય.
આ કલમમાં સૌથી અગત્યનો શબ્દ છે 'ક્રૂરતા'. આ કલમ પ્રમાણે ક્રૂરતાની વ્યાખ્યા એટલે પતિ કે તેનાં સગાંવહાલાં દ્વારા ઈરાદાપૂર્વક કરેલ એવા પ્રકારનું વર્તન જે સ્ત્રીને આત્મહત્યા કરવા પ્રેરે અથવા સ્ત્રીના શરીરને ગંભીર પ્રકારની ઈજા પહોંચાડે અથવા એવો માનસિક કે શારીરિક ત્રાસ ગુજારે કે જેથી સ્ત્રીનું આરોગ્ય, જિંદગી અથવા શરીરનો કોઈ અવયવ ભયમાં મુકાય. ત્રાસ એટલા માટે ગુજારાતો હોય છે કે સ્ત્રી અથવા તેનાં કોઈ સગાં જેમ કે, મા-બાપ કે ભાઈ દબાણથી કોઈ મિલકત કે કીમતી દસ્તાવેજ માટેની કોઈ પણ ગેરકાયદેસરની માંગણી પૂરી કરે. આવી ક્રૂરતા કે ત્રાસ માનસિક કે શારીરિક હોઈ શકે છે. કેટલીક વાર સ્ત્રીને સતત અપમાનિત કરવામાં આવતી હોય છે જેમ કે, સ્ત્રીને મેણાંટોણાં મારી માનસિક ત્રાસ આપવામાં આવતો હોય છે. પતિ તેની સાથે સહવાસ કરવાનો ઈન્કાર કરતો હોય, સાસુ અને નણંદ દ્વારા સતત અપમાનિત થતી હોય, પુત્ર સંતાનને જન્મ નથી આપી શકતી તેવાં મેણાંટોણાં સહન કરતી હોય, તેના ચારિત્ર્ય વિશે જેમ ફાવે તેમ ટોણાં મારતા હોય તો આ બધાં જ કૃત્યોને ક્રૂરતા ગણી લેવામાં આવે છે. આ કલમ માત્ર પતિ કે તેના સગાંને જ લાગુ પડે છે.
અગત્યની વાત છે કે આ કલમમાં પતિનાં સગાં કોણ તે જણાવેલ નથી, પરંતુ સામાન્ય રીતે પતિનાં સગાંમાં પતિનાં માતા-પિતા, બહેન, ભાભી વગેરેનો સમાવેશ થાય છે એટલે ૪૯૮(ક) નીચેની ફરિયાદ જ્યારે થતી હોય છે ત્યારે તેમાં ત્રાસ ગુજારનારામાં બધાં જ સગાંનો સમાવેશ કરવામાં આવતો હોય છે. ઘણાં કેસમાં કોર્ટે ઠરાવ્યું છે કે પરિણીતાને ઘરની ચાર દીવાલોમાં જ ત્રાસ આપવામાં આવે છે તેથી તેમાં ઘરના બધા જ સદસ્યો વિરુદ્ધ ફરિયાદ થઈ શકે તે સ્વાભાવિક છે. આ કલમ પ્રમાણે સ્ત્રી પ્રત્યે ક્રૂરતા આચરવામાં આવી હતી તેવું અનુમાન ના કરી શકાય. ત્રાસ આચરેલો તે સાબિત કરવું જરૂરી છે.


Wednesday, 18 March 2020

૪૯૮(ક) ટ્રાયલ તબક્કાવાર

૪૯૮(ક) ની ટ્રાયલ ના તબક્કાઓ નીચે મુજબ છે.
  1. એફ આઈ આર ( પ્રથમ દર્શનીય અહેવાલ / First information report )
  2. પોલીસ ની તપાસ  ( જો કરવામાં આવે તો ) અને આરોપી માટે જેલ જેના માટે પોલીસ ને વોરંટ ની પણ જરૂર નથી. જો કે અમુક રાજ્યો માં ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ ની પરવાનગી ની જરૂર હોય છે.
  3. બેલ . પોલીસ પોલીસ કસ્ટડી ની માંગ કરે છે કે જે માં આરોપી ઓ ની ઉલટ તપાસ અને બીજી ચીજ વસ્તુ ઓ પાછી મેળવવાની પ્રયત્ન કરે છે. ( કલમ ૪૦૬). પછી આરોપી ઓ દલીલ કરશે કે કસ્ટડી માં તપાસ જરૂરી નથી. પછી મેજીસ્ટ્રેટ જ્યુડીશીયલ કસ્ટડી નો ઓર્ડર આપે છે. પછી આરોપી ઓ બેલ માટે અરજી કરે છે.આ અરજીનો સરકારી વકીલ અને ઈન્વેસ્ટીગેશન ઓફિસર (પોલીસ) ને પૂછવામાં આવે છે. સામાન્ય રીતે આ બંને જામીન અરજી નો  વિરોધ કરે છે તેના પછી આરોપી ના વકીલ તરફી દલીલ અને બેલ મંજુર રાખવામાં આવે છે. આ તબક્કે બેલ નહિ મળે તો સેશન્સ કોર્ટ અથવા તો હાઈકોર્ટ અથવા તો સુપ્રીમ કોર્ટ કશેક તો મળી જ જશે).  એક અગત્ય ની વાત એ છે કે જામીન એ હમેશા જ્યુડીશીયલ કસ્ટડી માંથી જ આપવામાં આવે છે , પોલીસ કસ્ટડી માંથી નહિ.
  4. પછીકોર્ટમાં જવાનીજરૂર નથી.ચાર્જશીટ કોર્ટ માંગયાપછીપોલીસ સમન્સ મોકલે છે અથવા તો  ફોન કરી  ને કોર્ટ માં આવવા માટે અનેચાર્જશીટ લેવા નીસુચના આપે છે. આ સમય સુધી કોર્ટ માં જવાની કોઈ જ જરૂર નથી. પણ હમેશા ધ્યાન રાખવું જોઈએ કારણ કે ચાર્જશીટ ફાઈલ કાર્યા પછી કેટલીક વાર પોલીસ કે કોર્ટ કોઈ પણ જાત ની માહિતી મોકલતું નથી. આ વસ્તુ થી આરોપી ને કોઈ નુકશાન નથી પરંતુ મુલ્યવાન સમય વ્યર્થ જાય છે.
  5. સમન્સ પછી ને પહેલી તારીખ પર દરેક આરોપી ઓ ને ચાર્જશીટ વિના મુલ્યે સરકારી વકીલ દ્વારા કોર્ટ માં પૂરી પાડવામાં આવે છે. કોર્ટ / જજ સાહેબ કેટલીક વાર આરોપી ઓ ને પૂછે છે કે તેઓ ગુનો કબુલ કરે છે કે કેમ.  સામાન્ય રીતે આરોપી કહે છે કે હું ગુનેગાર નથી. ચાર્જશીટ ને બરાબર જોઈ લો, આને ફાઈનલ રીપોર્ટ પણ કહે છે. ચાર્જશીટ માં સાક્ષી ઓ ની યાદી , અન્ય દસ્તાવેજો હોય છે. ઘણી વાર તે સાથે આપવામાં નથી આવતા આ બાબતે કોર્ટ નું ધ્યાન દોરો.
  6. આ પછી તારીખો અને આરોપી ઓ એ આ તારીખો ભરવી રહી. અથવા તો કલમ ૨૦૫ હેઠળ કાયમી ગેરહાજરી ની અરજી મૂકી દો. (ટ્રાયલ શરુ થાય ત્યાં સુધી)
  7. હવે પછી ચાર્જીસ / ગુના ઓ નક્કી કરવામાં આવે છે (કલમ ૨૪૦) આ તબક્કા માં આરોપી ઓ ગુના ની કલમ વિષે વિરોધ કરી શકે છે. આ તબકક્કા પહેલા ડિસ્ચાર્જ ની અરજી પણ કરી શકાય (કલમ ૨૩૯) કે જેમાં જે આરોપીઓ સામે દેખીતી રીતે ગુનો નહિ બનતો હોય અથવા તો કોઈ આરોપો નહિ હોય તેનું નામ કેસ માં થી કમી કરી શકાય.
  8. પછી પ્રથમ સાક્ષી - પત્ની. સરકારી વકીલ તેને એફ આઈ આર ના આધારે સવાલ પૂછશે. પછી આરોપી નો વકીલ તેણી ઉલટતપાસ કરશે.
  9. પછી તેના પપ્પા , મમ્મી , બહેનો જેના જેના નામ પોલીસે સાક્ષી તરીકે લીધા હોય અને જેના જવાબો લીધા હોય તે બધા ની તપાસ અને ઉલટતપાસ. ( આ યાદી આરોપી ને આપેલી ચાર્જશીટ માં જોઈ શકાય છે).
  10. પછી પોલીસ અધિકારી ની સરકારી વકીલ દ્વારા તપાસ અને આરોપી ના વકીલ દ્વારા ઉલટતપાસ.
  11. આ પછી ફરિયાદી નો પુરાવાનો તબક્કો બંધ થાય છે. આરોપી ને કોઈ સાક્ષી હોય તે ને બચાવ પક્ષ ના સાક્ષી તરીકે બોલાવવા માં આવે છે. ( સામાન્ય રીતે બોલાવવા માં નથી આવતા કારણ કે તે ભૂલ થી જો કઈ આરોપી ની વિરુદ્ધ માં કાઈક બોલી દે તો )આરોપી તરફે ના સાક્ષીઓ ની આરોપી નો વકીલ તપાસ કરશે અને સરકારી વકીલ ઉલટતપાસ કરશે.
  12. આ પછી આરોપી ઓ નો જવાબ મેજીસ્ટ્રેટ લે છે (કલમ ૩૧૩).
  13. પછી સરકારી વકીલ ની દલીલ અને પછી આરોપી ઓ ના વકીલ ની દલીલ.
  14. જલસા કરો - હવે ઓર્ડર /ચુકાદો. ગુના મુક્ત / સજા .
  15. વિગતવાર ચુકાદો થોડા દિવસ પછી મળશે. તમારા વકીલ શ્રી ને તે ચુકાદા ની નકલ માટે કહી રાખો.

ઘરેલુ હિંસા અને તેમાં થતી સજાઓ

ઘરેલુ હિંસાના કાયદા પ્રમાણે કોઈ મહિલા હિંસાખોર સાથે લોહીસંબંધ, લગ્નસંબંધ, લગ્ન જેવા સંબંધ ધરાવતી હોય અથવા સંયુક્ત કુટુંબમાં સભ્ય તરીકે સાથે રહેતી હોય તેવી બહેનો, વિધવાઓ, માતાઓ, અપરિણીત મહિલા આ કાયદા હેઠળ ફરિયાદ કરી શકે છે. આ કાયદો ઘરેલુ હિંસાનો ભોગ બનેલી મહિલાઓના લાભાર્થે ઘડવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ પીડિત વ્યક્તિ મહિલા જ સંભવી શકે અને પુરુષ આનો લાભ મેળવવા આ કાયદા નીચે અસમર્થ છે. આ કાયદા નીચે મહિલા ઉપર ઘરના સભ્યો તથા ઘરેલુ સંબંધ ધરાવતી વ્યક્તિ દ્વારા થતી શારીરિક હિંસા, માનસિક હિંસા, શાબ્દિક તથા ભાવનાત્મક હિંસા અને આર્િથક હિંસાનો પણ સમાવેશ થાય છે.
આ કાયદાનુસાર અદાલત પીડિતાને 'રહેઠાણ હુકમ', 'ભરણપોષણનો હુકમ', 'બાળકની કસ્ટડીનો હુકમ', 'વળતરનો હુકમ' અને 'વચગાળાનો હુકમ' કરી શકે છે. ફરિયાદ દાખલ થયા બાદ બંને પક્ષની વાત સાંભળ્યા બાદ અદાલતને પ્રથમ દૃષ્ટિએ એવી ખાત્રી થાય કે ઘરેલુ હિંસા થઈ છે અથવા થવાની સંભાવના છે તો અદાલત મહિલાની તરફેણમાં 'રક્ષણ હુકમ' પસાર કરી મહિલાને તાત્કાલિક રાહત આપી શકે છે. તેવી જ રીતે બંને પક્ષને સાંભળ્યા પછી મહિલાને ઘરમાંથી બહાર કાઢતાં સામેવાળાને અટકાવી 'રહેઠાણનો હુકમ' આપી શકે છે. મહિલાને જ્યારે પણ હિંસા સહન કરવાની આવે છે ત્યારે તેને સાસરીમાંથી બહાર કાઢી મૂકવામાં આવતી હોય છે, પરંતુ આ કાયદાનુસાર મહિલા જે ઘરમાં રહેતી હોય ત્યાં રહેવા માટેનો 'રક્ષણ હુકમ' આપી શકાય છે. બંને પક્ષની દલીલો સાંભળતી વખતે અદાલત મહિલા કે તેના બાળક માટે ઉચ્ચ રકમ અથવા માસિક ભરણપોષણ આપવા માટેનો 'ભરણપોષણનો હુકમ' પણ કરી શકે છે. અદાલત રક્ષણ હુકમ કરતી વખતે કે કેસની સુનાવણીના કોઈ પણ તબક્કે મહિલાને પોતાનાં બાળકોની હંગામી કસ્ટડી આપી 'બાળકની કસ્ટડીનો હુકમ' કરી શકે છે. તેમજ અદાલત ઘરેલુ હિંસાને કારણે થતો માનસિક ત્રાસ અને ભાવનાત્મક ત્રાસ સહિતની ઈજા માટે વળતર અને નુકસાનની ભરપાઈ કરવા માટે 'વળતરનો હુકમ' કરી શકે છે. આ કાયદા નીચે સૌથી અગત્યની વાત તો એ કે કાર્યવાહીના કોઈ પણ તબક્કે મેજિસ્ટ્રેટ વચગાળાનો હુકમ પણ કરી શકે છે.
રક્ષણ અધિકારીને જરૂરી લાગે તો પોલીસની મદદ લઈ અદાલતના હુકમનું અમલીકરણ કરાવી મહિલાને પોતાના ઘરમાં રહેવા, બાળકની કસ્ટડી અપાવવાનો, વળતર ચુકવણી નિશ્ચિત કરાવી શકે. રક્ષણ હુકમ અથવા વચગાળાના રક્ષણ હુકમનો ભંગ થાય તો મહિલા લેખિતમાં અદાલત સમક્ષ ફરિયાદ કરી કોઈ પણ સમયે રક્ષણ અધિકારીની મદદ માગી શકે છે. આ કાયદામાં રક્ષણ હુકમ અથવા વચગાળાના રક્ષણ હુકમનો ભંગ કરનારને સજા અને દંડની પણ જોગવાઈ છે.