ડીફેન્સ ઓ ડાન્સ શું છે ?
ડીફેન્સ ઓ ડાન્સ એક બેજોડ કોન્સેપ્ટ છે જેમાં ફાયર ઓફ ફ્રીડોમ - પાવર ઓફ મ્યુઝીક થીમ હેઠળ મહિલાઓ ને ક્યારે ન ભૂલી શકાય તેવી આત્મરક્ષણ ની પદ્ધતિઓ શીખવવાની પહેલ કરવામાં આવી છે.
આ તમામ શારીરિક અને માનસિક કવાયતો અને પદ્ધતિ વિશેષ રીતે તૈયાર કરવામાં આવી છે, જેથી તે 8 વર્ષ થી માંડીને 80 વર્ષ સુધીની મહિલાઓ ને જરૂરિયાત ના સમયે ઉપયોગ માં આવે તથા જેને ડાન્સ ની જેમ સરળતા થી શીખી શકાય.
ડીફેન્સ ઓ ડાન્સ કેમ ?
યુવતીઓ , મહિલાઓ ને ક્યારેય ન ભૂલી શકાય તેવી પદ્ધતિ થી આત્મરક્ષણ ના પાઠ શીખવા પ્રોત્સાહિત કરવી.
ઉદાહરણ દ્વારા સમજાવવું કે આત્મરક્ષણ ના પાઠ શીખવા ડાન્સ શીખવા જેટલાજ સરળ છે.
માનસિક કવાયત દ્વારા વિરોધી પર વિજય મેળવવો।
મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે જાગ્રતિ લાવવી.
મહિલાઓ માટે એક થવાથી તથા સાથે મળીને કામ કરવાથી "સીસ્ટરહુડ " ની ભાવના વિકસશે.
ડીફેન્સ ઓ ડાન્સ ક્લબ માં રજીસ્ટરેશન કરાવીને સભ્ય બન્યા બાદ બીજા ઘણા ફાયદા થશે.
કાર્યક્રમ નું આયોજન ડીફેન્સ "ઓ" ડાન્સ:
1 ફેબ્રુઆરી 2015 ના રોજ સરદાર પટેલ સ્ટેડીયમ ખાતે સવારે 6.30 વાગે ડીફેન્સ ઓ ડાન્સ કાર્યક્રમ હતો
વિવિધ ક્ષેત્ર ની અંદાજે 25000 મહિલાઓ આ કાર્યક્રમ માં જોડાઈ હતી.
સ્ટેજ પર મુખ્ય કોરીઓગ્રફેર ની ટીમ સાથે ડાન્સ કર્યો હતો. દરેક ગ્રુપ એ આ ડાન્સ નું અનુકરણ અને પુનરાવર્તન કર્યું હતું. જેથી ડાન્સ દ્વારા આત્મરક્ષણ ની પદ્ધતિ શીખી શકાય.
આર્માંરક્ષણ ની પદ્ધતિ ભૂલી ના જવાય તે માટે 30 મિનીટ નું વિશેષ સેશન રાખવામાં આવ્યું હતું.
આકસ્મીક સ્થિતિ માં આત્મરક્ષણ માટે તથા વિરોધી ને પરાસ્ત કરવા માટે માનસિક કવાયત નું પણ સેશન ગોઠવાયુ હતું .
0 comments:
Post a Comment