ઘરદીવડા બેંકેબલ યોજના
આ યોજનાનો પ્રાથમિક હેતુ ગરીબી રેખા હેઠળ જીવતી મહિલાઓનો આર્થિક ઉત્થાન કરવાનો છે. આ યોજના વર્ષ ૧૯૯૬થી અમલમાં મુકાઈ છે. જે મહિલાઓની વાર્ષિક આવક રૂ. ૩૬,૦૦૦/-ની મર્યાદામાં છે તેઓ આ યોજના અંતર્ગત લાભ મેળવવાપાત્ર છે. યોગ્ય લાયકાત ધરાવતી મહિલાઓને રાષ્ટ્રીયકૃત બેંક મારફત રૂ. ૫૦,૦૦૦/- સુધીની લોન મળી શકે છે.
જનરલ તાલીમ
પરંપરાગત કે બિન પરંપરાગત આર્થિક પ્રવૃત્તિઓ માટે જરૂરીયાતમંદ મહિલાઓને તેમના કૌશલ્ય આધારિત તાલીમ આપવાનો આ યોજનાનો ધ્યેય છે. ગરીબી રેખા હેઠળની ૧૮થી ૩૫ વર્ષની મહિલાઓ આ યોજના માટે યોગ્ય ગણવામાં આવે છે. કોમ્પ્યુટર, રમકડાં, ભરતગૂંથણ, પેચ વર્ક, તૈયાર વસ્ત્રો, વીજસંચાલિત ઉપકરણોનું સમારકામ, મોટર ડ્રાઈવિંગ, બેઝીક કમ્પ્યુટર, વગેરે જેવા વ્યવસાયો માટે મહિલાઓને તાલીમબદ્ધ કરવામાં આવે છે.
મહિલા જાગૃતિ શિબિર
આ શિબિરોમાં જે તે વિષયના નિષ્ણાંત વકતાઓ તથા ગણ માન્ય નેતાઓને આમંત્રિત કરવામાં આવે છે. પ્રત્યેક શિબિરમાં આશરે ૩૦૦ મહિલાઓ ભાગ લે છે.
પ્રદર્શન સહ વેચાણ
મહિલાઓ દ્વારા ઉત્પાદિત ચીજ-વસ્તુઓનાં વેચાણ માટે તેમને યોગ્ય વેચાણ સહયોગ પ્રદાન કરવા નિગમ દ્વારા રાજ્ય તથા રાજ્ય બહાર પ્રદર્શન સહ વેચાણ મેળાઓનું આયોજન કરવામાં આવે છે. આ પ્રદર્શન સહ વેચાણ મેળાઓમાં મહિલાઓને ટેબલ સ્પેસ કે સ્ટોલ ફાળવવામાં આવે છે. મહિલાઓ તેમના ઉત્પાદનોનું ન્યુનતમ વેચાણ ખર્ચ્ સાથે વેચાણ કરવાની તથા ગ્રાહકો તેમજ બજાર સાથે લાંબા ગાળાનાં જોડાણનો અનુભવ મેળવવાની તક મેળવે છે.
મહિલા સંમેલન
મહદઅંશે આ સંમેલનો તમામ જીલ્લાઓમાં એક જ દિવસે યોજવામાં આવે છે. જેમાં ગણમાન્ય નેતાઓ તથા તજજ્ઞો માર્ગદર્શન આપે છે. મુખ્ય મંત્રીશ્રી કોઇ૫ણ એક જીલ્લાના સંમેલનમાં હાજર રહે છે, તથા તેમના પ્રવચનનું જીવંત પ્રસારણ અન્ય સંમેલનોમાં કરવામાં આવે છે.
0 comments:
Post a Comment