Tuesday, 17 March 2020

છેડતી

  • તારીખ ૧૯/૧૧/૨૦૧૬ ના રાતના સમયે પોલીસ હાર્ટ ૧૦૯૧ મહિલા હેલ્પલાઇન ઉપર નિતાબેન ( નામ બદલેલ છે) નો મેઘાનિનગર થી  ફોન આવ્યો હતો. તેઓ જણાવે કે મને કોઇ ભાઈ ઘણા સમય થી મારા નંબર પર ફોન કરી હેરાન કરતા હતા. જેથી પોલીસ હાર્ટ ૧૦૯૧ ની ટીમે  સમયસુચકતા વાપરીને તરત જ પોલીસે હેરાન કરનાર અપરાધીને ફોન કરીને ધમકાવતા  અપરાધીએ હેરાન કરવાનુ બંધ કરી દીધુ છે. જેથી ફરિયાદી બહેન ને વાત કરતા તેમણે જણાવ્યુ કે હવે અપરાધી ભાઈ હેરાન કરતા નથી. અને હવે શાંતિ છે. આમ ૧૦૯૧ મહિલા હેલ્પલાઇન થી ફોન કરનાર બેન ને મદદ કરેલ છે.
  • તારીખ ૦૬/૧૨/૨૦૧૬ ના બપોર ના સમયે પોલીસ હાર્ટ ૧૦૯૧ મહિલા હેલ્પલાઇન ઉપર માયાબેન ( નામ બદલેલ છે) નો નારાણપુરા થી ફોન આવ્યો હતો તેઓ જણાવે છે, કે મને કોઇ ભાઈ આજે સવારથી ફોન કરીને તેમજ મેસેજ કરીને હેરાન કરે છે. જે થી પોલીસ હાર્ટ ૧૦૯૧ ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ હેરાન કરનાર અપરાધીને ફોન કરી ને ધમકાવતા અપરાધીએ હેરાન કરવાનુ બંધ કરી દીધુ છે. જેથી ફરીયાદી બેન ને વાત કરતા તેમને જણાવ્યુ કે, હવે અપરાધી ભાઈ એ ફોન અને મેસેજ કરવાનુ બંધ કરી દીધુ છે, અને હવે શાંતિ છે. આમ, ૧૦૯૧ મહીલા હેલ્પ લાઈન પર ફોન કરનાર બેન ને મદદ કરેલ છે.
  • તારીખ ૨૪/૧૨/૨૦૧૬ ના રાત્રે પોલીસ હાર્ટ ૧૦૯૧ મહીલા હેલ્પલાઈન ઉપર આરતી બેન (નામ બદલેલ છે.) નો બાપુનગર થી ફોન આવ્યો હતો. તેઓ જણાવે છે કે, મને તખતસિંઘ દરબાર નામનો માણસ હેરાન કરે છે, તો મે દવા પીધી છે, અને અત્યારે હુ હોસ્પિટલમા છુ. અને મારે મહીલા પોલીસ મદદ ની જરૂર છે, તો પોલીસ મદદ મોકલી આપો. જેથી પોલિસ હાર્ટ ૧૦૯૧ ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસની એક ટીમે શાહીબાગ માથી A.S.I ઘનશ્યામસિંહ  એ મેસેજ વાળી જ્ગ્યાએ જઈ આરતી બેન ને મળતા તેઓ જણાવે છે, કે વિશાલ રાજપુત નામના છોકરા સાથે સબંધ છે,અને એ બીજી છોકરી સાથે ફરે છે જેથી મે ફિનાઈલ પિધેલ છે ને હાલ હુ સીવીલ હોસ્પિટલમા છુ.આ બાબતે એક્જ્યુ.મેજીસ્ટેટ મારુ ડી.ડી લીધેલ છે, અને બાપુનગર પોલીસ સ્ટેશને ફરીયાદ પણ લીધેલ છે, અને વીશાલ ના સસરા વિરુધ ફરીયાદ કરવાની હોય અને સદરી બનાવ બાપુનગર નો હોય જેથી P.S.O દીલીપસિંહે ૨૧:૫૦ વાગે વર્ધી લખાવેલ છે, અને ઇન્વે હે.કો. દીલીપસિંહે સામાવાળા વિરુધ લેખીતમાં અરજી લીધેલ છે.
  • તારીખ ૨૯/૧૨/૨૦૧૬ ના સવારના સમયે પોલીસ હાર્ટ ૧૦૯૧ મહિલા હેલ્પલાઇન ઉપર ગીતાબેન ( નામ બદલેલ છે) નો શાહીબાગ  થી ફોન આવ્યો હતો. તેઓ જણાવે છે, કે હું સુભાસબ્રિજ રોડ પર વોક કરતી હતી. એટલામા એક છોકરો મારી છેડતી કરીને ભાગી ગયો છે. મારે એને પકડવો છે, જેથી પોલીસ મદદ મોકલી આપો. તેથી, પોલીસ હાર્ટ ૧૦૯૧ ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસ ની એક ટીમ ને મેસેજ વાળી જગ્યાએ જઇ બેન ને મળતા તેઓ જણાવે છે, કે હું રિવર ફ્રંન્ટ ઉપર વૉક કરવા આવેલ તે દરમિયાન એક છોકરા એ મારી છેડતી કરેલ છે જે બાબતે ઇન્વે A.S.I. બળદેવભાઈ એ લેખિત મા અરજી લીધેલ છે, અને ઇન્વે H.C (ભરતસિંહ)નાઓને સોંપેલ છે.
  • તારીખ ૦૨/૦૨/૨૦૧૭ ના બપોરના સમયે પોલીસ હાર્ટ ૧૦૯૧ મહિલા હેલ્પલાઇન ઉપર કેનાબેન ( નામ બદલેલ છે) નો શાહીબાગ  થી  ફોન આવ્યો હતો. તેઓ  જણાવે કે મને કોઇ ભાઈ ઘણા સમય થી મારા નંબર પર ફોન કરી હેરાન કરે છે. અને હુ તે વ્યક્તિને ઓળખતી નથી. જેથી પોલીસ હાર્ટ ૧૦૯૧ ની ટીમે  સમયસુચકતા વાપરીને તરત જ પોલીસે હેરાન કરનાર અપરાધીને ફોન કરીને ધમકાવતા  અપરાધીએ હેરાન કરવાનુ બંધ કરી દીધુ છે. જેથી ફરિયાદી બહેન ને વાત કરતા તેમણે જણાવ્યુ કે હવે, અપરાધી ભાઈ હેરાન કરતા નથી. અને હવે શાંતિ છે. આમ ૧૦૯૧ મહિલા હેલ્પલાઇનથી ફોન કરનાર બેન ને મદદ કરેલ છે.

0 comments:

Post a Comment