Tuesday, 17 March 2020

અકસ્માત

  • તારીખ 16/07/2015 ના સવાર ના સમયે પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇન ઉપર રૂપાલી બહેન ( નામ બદલેલ છે) નો ફોન આવ્યો હતો.તેવો જણાવે છે. કે હોન્ડાએ એસેન્ટ ગાડી નં (GJ-36-C-5026)(નંબર બદલેલ છે ) વળા ભાઈએ મને ટક્કર મારી છે.જેથી તાત્કાલીક મદદ કરશો. તેથી પોલીસ હાર્ટ 1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસની ટીમ ને મેસેજ વાળી જગ્યા એ મોકલી તપાસ કરતા.  ફોન કરનાર રૂપાલી બેન મળતા જણાવે છે કે અમો ચાલતા જતા હતા તે વખતે એક હોન્ડાએ એસેન્ટ કાર(GJ-36-C-5026) (નંબર બદલેલ છે)ચાલકે અમોને ટક્કર મારેલ હોય જેથી આમરી ફરિયાદ કરવાની છે આમ તેઓને  એલીસબ્રીજ પોલીસ સ્ટેશન માં લાવતા તેઓએ તે ભાઈ વિરુધ્ધ અરજી આપેલ છે .આમ રૂપાલી બેને પોલીસ મદદ માંગતા પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇન ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલીસ મદદ મોકલી આપી. કોઈ મોટો અનીચ્છનીય બનાવ બનતા અટકેલ છે.
  • તારીખ 01/08/2015 ના બપોર ના સમયે પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇન ઉપર વર્ષા બેન ( નામ બદલેલ છે) નો ફોન આવ્યો હતો.તેવો જણાવે છે. કે એક ભાઈ મને ટકકર મારીને જતા રહયા છે તેમની ગાડીનો નબર G J.1C Y .8659(ગાડી નો નબર બદલેલ છે )તો તમે તાત્કાલીક મદદ કરશો. તેથી પોલીસ હાર્ટ 1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસની એક  ટીમ ને મેસેજ વાળી જગ્યાએ મોકલી તપાસ કરતા ફોન કરનાર વર્ષા બેન ને મળતા જણાવે છે. કે મારી ટુ વ્હીલર એકટીવા સાથે મીની ટેન્પોના ચાલક અકસ્માત કરી ભાગી ગયેલ છે.જેથી તેમને સેટેલાઈટ  પોલીસ સ્ટેશનમાં લાવતા તેમને તે ભાઈ વિરુધ્ધ માં કાયદેસરની કાર્યવાહી કરી પો.સ્ટે ફ ગુ.ર.ન 17/15  ઈ.પી.કો કલમ 279,MVACT ,177,184,134,  મુજબ સેટેલાઈટ પોલીસ સ્ટેશન માં ગુનો નોધવામાં આવેલ છે.અને કાયદેસર ની કાર્યવાહી કરેલ છે .આમ પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇનને ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલીસ મદદ મોકલી આપતા વર્ષા  બેનને પોલીસ મદદ કરેલ છે.
  • તારીખ ૦૨/૦૮/૨૦૧૬ ના સવારેના સમયે પોલીસ હાર્ટ ૧૦૯૧ મહિલા હેલ્પલાઇન ઉપર શારદાબેન ( નામ બદલેલ છે) નો લો-ગાર્ડન થી ફોન આવ્યો હતો તેઓ જણાવે છે કે લો-ગાર્ડન ડોમીનોઝ પિઝાની સામે એક્ટિવા અને મારૂતીનુ એક્સિડંટ થયેલ છે. જેથી પોલીસ મદદ મોકલવા વિનંતિ છે. તેથી પોલીસ હાર્ટ ૧૦૯૧ ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસ ની એક ટીમ ને મેસેજ વાળી જગ્યાએ જઇ તપાસ કરતા શારદાબેન મળી આવેલ નથી. અને મેસેજમાં જણાવેલ મોબાઇલ પર તપાસ કરતા જણાવે છે કે મારી એક્ટિવાને એક ફોર વ્હીલ સાથે અકસ્માત થયેલ જે તમો પોલીસ આવતા પહેલા સમાધાન થઇ ગયેલ છે. આ બાબતે મારે કોઇ પોલીસ ફરિયાદ કરવી નથી. શાંતિ છે. આમ ૧૦૯૧ મહિલા હેલ્પલાઇન થી ફોન કરનાર બેન ને મદદ કરેલ છે.

0 comments:

Post a Comment