Sunday, 15 March 2020

ખેરા ગામમાં સ્ત્રીઓની સામૂહિક જમીન માંગણી

રાજુલા તાલુકાનું  ખેરા ગામ જેમાં કોળી જ્ઞાતિની વસ્તી રહે છે આ ગામ દરિયાકાંઠાથી ઘણું  નજીકનું ગામ જેમાં લોકોનો મુખ્ય ધંધો ટૂંકી ખેતી ઘરાવતાં લોકો હોવાથી મજૂરી કામ અને વર્ષના ૮ મહિના બહાર ગામ મીઠા કામ, માટીકામ વગેરે કરવા માટે જતા રહે છે. આ ગામમાં વ્યસનનું પ્રમાણ પણ ઘણું  વધારે છે. લોકોની શિક્ષણનું  પ્રમાણ ઘણું ઓછુ  જોવા મળે છે. જેથી લોકોને સરકારી યોજનાઓ વિશે પણ માહિતીનો ઘણો મોટો અભાવ જોવા મળે છે. આ ગામમાં વર્ચસ્વ ધરાવતા લોકોના દબાણ નીચે લોકો રહે છે.
ખેરા ગામમાં ઉત્થાન સંસ્થાના સહયોગથી ૧૩ બહેનોનું  એક મહાકાળી બચત મંડળ ઉભું થયું . જે દરમહિને ૧૦૦ રૂા. બચત એકઠી કરતાં આ બચતની પ્રવૃતિની સાથે ઉત્થાન સંસ્થાના કાર્યકર્તાઓ દ્વારા બહેનાના વિકાસની માહિતી આપવામાં આવતી. આ મંડળમાંથી દર પ તારીખની પ્રતિનિધિ બેઠકમાં પણ દર મહિને પ્રતિનિધિ બહેનો જોડાતા જેથી ધીમે – ધીમે બહેનોને ગ્રામ્ય લેવલના અને ખાસ બહેનો પ્રશ્ન પર રસ પડવા લાગ્યો અને આપણે બહેનો પણ કાંઈક કરી શકીએ તેવો વિશ્વાસ  ઉભો થયો.  જયારે આ બહેનો ગામમાં સ્કુલ, આવસ વગેરે પ્રશ્નોની રજૂઆત કરતા થયા.  ગ્રામ્ય લેવલે દારૂબંધ કરાવવા માટે પણ રજૂઆથો કરતા થયા આ રીતે બહેનો પોતે આગળ વધ્યા.  આ જ રીતે બહેનોને બહેનો પાસે જમીન ન હોય તો સરકારી પડતર જમીનની ગ્રામ્ય પંચાયત પાસેથી મંડળના નામે લઈ આર્થિક ઉર્પાજન પ્રવૃતિ કરી શકાય જેથી જે લોકને બહાર સ્થળાંતર કરી જવંુ પડે છે તે રોકી શકાય અને ગામમાં રહી ઘંધો–ઉદ્યોગ કરી પોતે અને કુટુંબના વ્યકિતઓ સારી રીતે જીવન જીવી શકે. આ બાબતને વધારે ઉંડાણ કરી ખેરા ગામના મહાકાળી મંડળના બહેનોએ સમજણ લીધી ત્યારબાદ નકકી કર્યુ કે આપણંુ ગામ દરિયાકાંઠાથી ઘણું નજીક રહેલું છે આપણી આજુબાજુના ગામોમાં મત્સ્ય પકડાશ ઘણા લોકો પોતે સારી રીતે  કરી રહયા છે. જો આપણે મંડળના બહેનો ગ્રામ્ય લેવલે આ રીતે જમીન મેળવી જીંગા ઉછેર પ્રવૃતિ કરીએ  તો ઘણી સારી આવક મળે તેમ છે. જેથી બહેનો એ આમા આગળ વધવાનું  વિચાર્યુ. જેથી ગ્રામ્ય લેવલે મંડળની મીટીંગ માં સંસ્થાના કાર્યકતા દ્વારા શું શું  દસ્તાવેજોની જરૂરીયાત જણાય તે મુજબ માહિતી આપી આ મુદાને લઈ બહેનો નીચે પ્રમાણે પ્રક્રિયા કરી.
  • બહેનો પહેલા મંત્રીને મળ્યા અને  ગામમાં કઈ જગ્યા પડતર જમીન છે તે જાણ્યું  મંત્રીએ મૌખીક જે બહેનો થોડે ઘણાં અંશે ખબર હતી તે જગ્યા બતાવી.
  • ત્યારબાદ બહેનો પંચાયત ને આમાં મંજૂરી લેવાની હોય જેથી સરપંચને મળ્યા તે લોકો સાથે મળી શું કરવાનું વિચારે છે તે સરપંચને આપી સરપંચે તેવું કહ્યું તેના માટે જીલ્લા લેવલેથી મંજૂરી મેળવવાની હોય ત્યાંથી મંજૂરી આપવામાં આવશે તો મને કોઈ વાંધો નથી  એમાં મારે કાંઈ કરવાનું  હોય નહી.
  • ત્યારબાદ બહેનોએ મંત્રી પાસેથી સર્વે નંબર લીધો તે મજુબ નકો પણ તલાટી મંત્રી પાસેથી વાંધો ત્યારબાદ ૭/૧ર ૮/અની નકલ મેળવી.
  • આ બધંુ તૈયાર કરી મહિલા વિકાસ સંગઠનની કમિટી સાથે રહી એક નકલ મામલતદાર અને કલેકટર અમરેલીને મોકલાવ્યું  સાથે નકશાની કોપી તેમજ ૭/૧ર અને ૮/અ ની કોપી પણ જોડેલ.
  • આ બધી પ્રક્રિયાઓની  પુર્તતા કર્યા બાદ અરજી કલેકટર મોકલાવેલ તે અરજીના સંદર્ભ ત્યાંથી સાથે જોડેલ ઝેરોક્ષ.
મુશ્કેલી
  • સરકારી માળખાઓ તરફથી અપુરતી માહિતી આપવામાં આવે છે. તલાટી મંત્રી ધારીયા મળતા નથી. બહેનોને સરળતાથી માહિતી આપતા નથી. ઘણા ધકકા ખાવા પડે છે.
  • એક વખત જગ્યા આપી હોય તેમાં ફેરબદલી કરવી જેથી ફરી વખત બધા નવેસરથી ડોકયુમેન્ટ મેળવવા પડે છે.
  • અલગ અલગ અધિકારીઓ અલગ અલગ પ્રકારના કાગળોની માંગણી કરે છે. મામલતદારને આપીએ તો કહે છે કે કલેકટરને આપી વગેરે પ્રક્રિયાઓ થવાથી બહેનો પીછેહઠ કરે છે.

0 comments:

Post a Comment