Tuesday, 17 March 2020

આત્મહત્યા

તારીખ 05/10/2015 ના રોજ સવારે પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇન ઉપર નેહા બહેન ( નામ બદલેલ છે) નો ફોન આવ્યો હતો અને નેહા બહેને જણાવેલ કે હુ અત્યારે મારી મરજીથી આત્મહત્યા કરવા માટે જાઉ છું.તેમ જણાવતાં 1091ના ઓપરેટરે સામેથી પૂછેલ કે તમે કેમ આત્મહત્યા કરવા જાવ છો.તો તે બહેને કહેલું કે શાહપુર બાજુ છુ.અને પછી ફોન બંધ કરી દિધેલ.અને ત્યારબાદ વારંવાર ફોન કરતા તે બહેન વાત કરવા માંગતા ન હતાજેથી 1091 મહિલા હેલ્પ લાઇનની ટીમે આ બાબતની ગંભીરતાને સમજી સમયસુચકતા વાપરી આવેલા ફોન નું સતત મોનીટરીંગ કરી ફોન કરનાર બહેન ને શોધવા માટે તે બહેને કરેલ ફોન નંબરનું લોકેશન ટ્રેસ કરતા તે શાહપુરએરિયા માં આવતું હતું. અને એસ ડી આર પ્રમાણે નું સરનામું પણ શાહપુર એરિયા માં આવતું હતું. જેથી સ્થાનિક પોલીસ ને વાયરલેશ મેસેજ આપીને ફોન કરનાર ના ફોન પર થી મળેલી સરનામાની અને લોકેશન ની માહિતી સ્થાનિક પોલીસ ને આપી હતી. જેથી સ્થાનિક પોલીસ સ્થળ પર પહોચી ગયેલ અને સરનામાની અને લોકેશન ની માહિતી ના આધારે સમય સુચકતા વાપરી તે બહેન ને શોધવા લાગ્યા હતા.અને તે બહેન થોડીવાર માં શાહપુર એરિયામાંથી મળી આવ્યા હતા .જેથી તેઓની મદદ કરી પો.સ્ટે લાવી તપાસ કરતા તેઓના પતી દારૂ પિતા હોય તેમના થી કંટાળી ગયેલ હોય તેઓ આત્મહત્યા કરવાનું વિચારી 1091 મહિલા હેલ્પલાઇનમાં ફોન કરેલ હતો. આમ ઉપરોક્ત બહેનને બચાવી લીધેલ છે અને તેમની સાથે અનિચ્છનીય ઘટના બનતા અટકાવેલ છે.



0 comments:

Post a Comment