Sunday, 15 March 2020

ચાંચ મહિલાઓની સામૂહિક જમીન માંગણી ગાથા

ચાંચ ગામ રાજુલા તાલુકાનું ઘણી મોટી વસ્તી ધરાવતું ગામ છે. આ ગામ દરિયાકાંઠે આવેલુ તે ગામમાં આશરે ૧૦ હજાર જેટલી વસ્તી રહે છે. આ ગામમાં મુખ્ય વસ્તી કોળી જ્ઞાતિની છે. આ ગામમાં ઉત્થાન સંસથાના સહયોગથી ગોપી મહિલા બચત મંડળ ચાલે છે. જેમાં પ૦ બહેનોનું મંડળ ચાલે છે. જેમાંથી ૧પ બહેનો એ સાથે મળી કાંઈક પ્રવૃતિ કરવાનું વિચાર્યુ. આ ગામમાં મુખ્ય ધંધો મીઠા કામનો, બાકીના ૮ મહિના લોકો બહાર કમાવા જાય છે. જથેી ઘણી મોટી વસ્તી ધરાવતાં ગામમાં પણ ઘણો સમય બહુ ઓછા લોકો જોવા મળે છે. જેથી બાળકોના શિક્ષણ બહેનો વગેરેને ઘણી મુશ્કેલીઓ પડે છે. સંસ્થા સાથે રહી બહેનોમાં જાગૃતિ વધવાથી બહેનોએ સાથે મળી ગામમાંજ કાંઈક પ્રવૃતિ કરવાનું નકકી કર્યુ. આ ગામાં દરિયા કાંઠા પર આવેલુ હોવાથી મત્સ્ય પ્રવૃતિ ઘણી સારી રીતે થઈ શકે તેમ હોવાથી બહેનોએ જીંગાપાલન પ્રવૃતિ કરવાનું નકકી કર્યુ. આ પ્રવૃતિ કરવા માટે સંસ્થાના કાર્યક્રમતાની સલાહ મુજબ તલાટી મંત્રી સાથે રહી પડતર જમીન કયા કયા છે તે જોયુ . ત્યારબાદ તે જે પ્રવૃતિ કરવા માંગે છે. તેમને અનુકૂળ પડતર જમીન બહેનોએ પસંદ કરી ત્યારબાદ તલાટી મંત્રી પાસેથી સીમતળ નકશો અને પડતર સર્વે નંબરની માહીતી લીધી અને ૭/૧ર ૮/અની નકલ મેળવી કલેકટર સાહેબને અરજી મોકલાવેલ તેમના આધારે સ્થળ તપાસ માટે જાફરાબાદ પોર્ટ દ્વારા તપાસ કરી ગયેલ અને ત્યારબાદ કોઈ લેખિતમાં ઘણા લાંબા સમય સુધી મંડળને જાણ ન થતાં અને સંસ્થા અને સામુહિક જમીન માંગણી કરેલ મંડળના આગેવાન અમરેલી કલેકટર સાહેબને રૂબરૂ મળવા જવા માટે અગાઉથી અપોઈન્ટમેન્ટ લીધી. બધા મળવા ગયા પરંતુ પ્રભારી મંત્રી આવ્યા હોવાથી છેલ્લી ઘડીએ ત્યા કલેકટરે મળવાની ના પાડી જેથી બહેનોને ધકકો થયો. ત્યારબાદ ફરીવખત અરજી કરતા તેમણે બહેનો પાસે અનુભવનું સર્ટીફીકેટ બેન્ક સ્ટેટમેન્ટ, રજીસ્ટેર નોંધણીનો દાખલો, બેન્ક સધ્ધરતાનો દાખલો વગેરની ર્પુતતા કરવાનું કહેતા મંડળના બહેનોએ સંસ્થાના કાર્યકતાઓ સાથે રહી બધુ મેળવ્યુ અને મોકલાવ્યુ .
થોડા સમય પછી બહેનોએ જણાવ્યુ  કે તેમણે પસંદ કરેલ જમીન આલકોલ નામની કંપનીને ફાળવી દેવામાં આવી છે.
આ સંગઠનના સભ્યો દ્વારા સહકારી મંડળી હેઠળ મંડળની નોંધણી પણ કરાવી દીધી છે અને આ રીતે બહેનોએ ઘણા પ્રયત્નો પોતાની રીતે કર્યા પરંતુ દર વખતે કાંઈને કાંઈ ખૂટે છે તેવું  કહીને અરજી આગળ વધતી નથી.
મુશ્કેલીઃ
  • સરકારી દફતરોમાં સમયાતંરે અધિકારીઓ બદલાતા રહે છે જેથી કામગીરી આગળ વધતી નથી.
  • કામ કાર્ય પહેલા સધ્ધરતા, અનુભવ વગેરેના સર્ટીફીકેટ માંગવામાં આવે છે.
  • તલાટી ગ્રામ પંચાયતમાંથી જરૂરીયાત માટેના ડોકયુમેન્ટ મેળવવામાં ઘણી મુશ્કેલી પડે છે.
  • અરજી ને અલગ અલગ જગ્યાએ ફેરવવામાં આવે છે.
  • ફ્રીમાં કામ કરવાનું હોવાથી  ઘણી મુશ્કેલી પડે છે. પૈસા દ્વારા ઝડપથી ડોકયુમેન્ટ આધાર પુરાવા વગર પણ મળી જાય છે.
  • આ કાંઠામાં કંપનીએા ભવિષ્યમાં આવવાની હોવાથી અને હાલ પણ કાર્યરત હોવાથી ગ્રામ્ય લેવલના લોકોની જરૂરીયાતો ધ્યાને લેવામાં આવતી નથી.
  • રાજકીય વગ ઓછી હોવી ગામના વર્ચસ્વ ધરાવતા લોકો સાથે અધિકારીઓને સીધા જોડાણ હોવાથી પણ બહેનોને જમીન મેળવવામાં ઘણી મુશ્કેલીઓ પડે છે.

0 comments:

Post a Comment