Saturday, 13 February 2021

ગુવારની ખેતી (Guar cultivation)- Today News

 ગુવાર કઠોળ વર્ગનો અગત્યનો પાક છે. જેની કુમળી શિંગોનો ઉપયોગ શાકભાજી તરીકે થાય છે. તેમજ સૂકા બીજનો ઉપયોગ પશુના ખાણદાણ માટે થાય છે. કઠોળ વર્ગનો પાક હોવાથી જમીનની ફળદ્રુપતા સુધારવા લીલી પડવાશ તરીકે પણ ગુવારનું વાવેતર થાય છે. ગુવારની શિંગોમાં વિટામીન એ, સી અને લોહ તત્વ વિશેષ પ્રમાણમાં હોય છે. ગુજરાત રાજ્યમાં ગુવારની ખેતી (Guar cultivation) મુખ્યત્વે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં થાય છે. રાજ્યના અન્ય વિસ્તારમાં વત્તા ઓછા પ્રમાણમાં શાકભાજી માટે ગુવારનું વાવેતર થાય છે.

આબોહવા

ગુવારના પાકને ગરમ અન ભેજવાળી આબોહવા વધુ અનુકુળ આવે છે. તેથી ખાસ કરીને ચોમાસુ તેમજ ઉનાળાની ઋતુમાં ગુવારની ખેતી કરવામાં આવે છે. સતત વરસાદ કે વધુ પડતો ભેજ ગુવારના પાકને અનુકુળ નથી.

જમીન અને જમીનની તૈયારી

કાળી ચીકણી તેમજ પાણીનો ભરાવો થઈ રહે તે સિવાય લગભગ બધા જ પ્રકારની જમીન ગુવારના પાકને અનુકુળ આવે છે. ક્ષારિય જમીન અને ક્ષારિય પાણી ગુવારના પાકને અનુકુળ આવતાં નથી. વાવેતર પહેલા જમીનમાં હેકટરે ૧૦-૧૨ ટન છાણિયું ખાતર આપી હળથી ખેડ કરી સમાર અને કરબ મારી જમીન તૈયાર કરવી. જો ઉનાળાની ઋતુમાં વાવેતર કરવાનું હોય તો પિયત આપવા માટે યોગ્ય કદના કયારા બનાવી વાવણી કરવી. ચોમાસાની ઋતુમાં પાણી ભરાય ન રહે તે મુજબ કયારા બનાવી નીતાર નીકો બનાવી પાકની વાવણી કરવી.

વાવણી સમય

ચોમાસુ ઋતુ માટે જુલાઈ માસમાં બીજા અઠવાડિયામાં અને ઉનાળુ ઋતુ માટે ફેબ્રુઆરીના બીજા અઠવવાડિયામાં ગુવારની વાવણી કરવાની ભલામણ કરવામાં આવે છે.




વાવણી અંતર

ગુવારની વાવણી બે ચાસ વચ્ચે ૪૫થી ૬૦ સેમી અને ચાસમાં બે છોડ વચ્ચે ૧૫થી ૨૦ સેમીના અંતરે બીજ થાણીને કરવામાં આવે છે.

બિયારણનો દર અને બીજ માવજત

શાકભાજીના હેતુ માટે હેકટરે ૭થી ૧૦ કગિ્રા બિયારણની જરૂર રહે છે. વાવતા પહેલા ૧૦ કગિ્રા બીજ દીઠ ૨૫૦ ગ્રામ રાઈઝોબીયમ કલ્ચરની માવજત આપી ગુવારની વાવણી કરવી. લીલા પડવાશના ગુવારની વાવણી કરવી હોય તો બીજનો દર વધુ રાખવો.

ખાતર

જમીનની તૈયારી વખતે આપવામાં આવેલ છાણિયું ખાતર ઉપરાંત રાસાયણીક ખાતરના રૂપમાં હેકટરે ૨૫ કગિ્રા નાઈટ્રોજન, ૩૭.૫ કગિ્રા ફોસ્ફરસ અને ૩૭.૫ કગિ્રા પોટાશ આપવું. ગુવારના પાકને વધુ પડતું નાઈટ્રોજન યુકત ખાતર ન આપવું નહીંતર છોડની વધુ પડતી વાનસ્પતિક વૃિદ્ધ થશે અને ફુલ તથા શિંગોનું પ્રમાણ ઓછુ રહેશે.

પિયત

ગુવારના પાકમાં વધુ પડતું પિયત આપવાથી છોડની વાનસ્પતિક વૃિદ્ધ જ થાય છે. અને ફૂલ શિંગ આવતાં નથી. જેથી બીજના ઉગવા બાદ ફૂલ આવવાની શરૂાત થાય ત્યાં સુધી પિયત આપવું નહીં. છોડ ઉપર ફૂલ આવી શિંગો બેસવાની શરૂઆત થાય ત્યારબાદ જમીનની જાત પ્રમાણે ૧૦થી ૧૫ દિવસના અંતરે પિયત આપવું.

નિંદામણ અને આંતર ખેડ

ગુવારના પાકમાં જરૂરિયાત પ્રમાણે હાથથી નિદામણ કરવું. શરૂઆતના વૃિદ્ધકાળ દરમિયાન આંતરખેડ કરવી.

કાપણી

વાવણી બાદ ૫૦થી ૬૦ દિવસે શાકભાજી માટે શિંગો તૈયાર થાય છે. ચાર- પાંચ દિવસના સમયાંતરે લગભગ બે માસ સુધી શિંગો ઉતારવાનું ચાલુ રહે છે.

ઉત્પાદન

સામાન્ય રીતે હેકટરે ૧૦૦૦૦થી ૧૨૦૦૦ કિલોગ્રામ લીલી શિંગો અને ૧૦૦૦થી ૧૨૦૦  કિ.ગ્રા. બીજનું ઉત્પાદન મળે છે.

પાક સંરક્ષણ

જીવાત : ગુવારના પાકમાં સામાન્ય રીતે તડતડીયા, મોલોમશી અને થ્રીપ્સ જેવી ચૂસીયા પ્રકારની જીવાતનો ઉપદ્રવ જોવા મળે છે. જેના નિયંત્રણ માટે ૧૦ લિટર પાણીમાં ૩ મિલી ફોસ્ફામીડોન અથવા ૧૦ લીટર પાણીમાં ૧૦ મિલી મિથાઈલ- ઓ- ડિમેટોન દવાનો છંટકાવ કરવો.

ભૂકી છરો : ભૂકી છારાના રોગની અસરવાળા છોડની શિંગ તેમજ પાન ઉપર ભૂકી છરા જેવા ટપકા જોવા મળે છે અને પાન સૂકાય જાય છે. વધારે ભેજ અને વાદળવાળા વાતાવરણમાં આ રોગનું પ્રમાણ વધુ જોવા મળે છે. ભૂકી છરા રોગના નિયંત્રણ માટે ૧૦ લિટર પાણીમાં ૨૫ ગ્રામ દ્રાવક ગંધક મિક્ષ કરી છંટકાવ કરવાથી ફાયદો થાય છે.

સૂકારો : સૂકારાના રોગના છોડ સૂકાય જાય છે. જેના નિયંત્રણ માટે ૧ કિલો બીજ દીઠ ૩ ગ્રામ કાબેgન્ડાઝીમ દવાનો પટ આપવાની ભલામણ છે.

ગુવારગમ

ગુવારના બીમાં રહેલા કુદરતી પોલીમરને કારણે એક ઔધ્યોગિક પાક તરીકે ગુવારની ખેતી થાય છે. ગુવારના બી ઉપર પ્રક્રિયા કરી તેનો ભૂકો કે ગુંદરની ભારતમાંથી નિકાસ થાય છે. ગુવારની સોના (આઈસી૯૦૬૫) અને આઈસી ૧૧૫૨૧ વધુ ઉત્પાદન આપતી જાતો છે. જેનું વાવેતર ખાસ કરીને ગમ મેળવવા માટે થાય છે. ગુવાર ગમનો ઉપગોગ કાગળ બનાવટમાં, પાણીના પંપોમાં, ઘર્ષણવહિીન રિડકશન એજન્ટ તરીકે, ફિલ્મની બનાવટ, ટેક્ષટાઈલ પ્રિન્ટિંગમાં એક સરખી ડાઈ અને દવાઓને જાડી બનાવવા, ટેબલેટ અને કોર્સ ગ્રેન્યુલ્સની બનાવટમાં, વેસ્ટ વોટર મેનેજમેન્ટ અને ખનિજ પ્રક્રિયા તેમજ તમાકુ, પેટ્રોલિયમ, પોટાશ શુિદ્ધકરણ, ફૂડ, ઈન્સ્ટીટÛુટ એમ અનેક ઉદ્યોગમાં વપરાય છે. ખોરાક ઉદ્યોગમાં આઈસ્ક્રીમની બનાવટ, શરબત, થીજેલા ખોરાક, ચીઝ વગેરેમાં સ્ટેબીલાઈઝર તરીકે તેમજ કેચઅપની બનાવટમાં થાય છે.

ગુવારની વિવિધ જાતો

પુસા નવબહાર: શાકભાજી તરીકે પ્રચલિત જાત છે જેની બજારમાં માંગ ખુબ સારી છે. છોડ ઉપર શિંગો સતત ઝૂમખામાં આવતી હોય છે. અને મોટે ભાગે શિંગો એક સાથે તૈયાર તતી હોવાથી વીણી કરવામાં ખુબ જ અનુકુળતા રહે છે. આ જાતની શિંગો ૧૫ સેમી જેટલી લાંબી, તલવાર આકારની સુવારી સારી ગુમવત્તા ધરાવતી હોય છે. શિંગમાં દાણાનું કદ પ્રમાણમાં નાનુ રહેતું હોવાથી આ જાત શાકભાજી માટે ખુબ જ અનુકુળ છે. આ જાતના છોડ સીધી ડાળી વગર વૃિદ્ધ કરે છે. પુસાબહાર બેકટેરિયલ બ્લાઈડ રોગ સામે ઓછી પ્રતિકારક શક્તિ ધરાવે છે. વાવણી પછી ૪૫-૫૦ દિવસે લીલી શિંગોની પ્રથમ વરણી મળે છે. હેકટરે ૧૦૦૦૦-૧૫૦૦૦૦ કિલો જેટલી લીલી શિંગોનું ઉત્પાદન મળે છે.

પુસા સદાબહાર: આ જાત ચોમાસુ તેમજ ઉનાળું બંને ઋતુમાં વાવેતર માટે માટેની અનુકુળ જાત છે. આ જાતમાં વાવેતર બાદ ૫૫ દિવસે પ્રથમ વીણી શરૂ થાય છે. આ જાતની શિંગોની ગુણવત્તા સારી ન હોવાથી બજારમાં માંગ ઓછી રહેવાથી વાવેતર પ્રમાણમાં ઓછું થાય છે.

પી૨૮-૧-૧: ચોમાસુ અને ઉનાળુ એમ બે ઋતુ દરમિયાન વાવણી માટેની અનુકુળ જાત છે. આ જાતમાં હેકટરે ૧૪૦૦૦થી ૧૫૦૦૦ કિ.ગ્રામ લીલી સંગોનું ઉત્પાદન મળે છે.

આઈસી-૧૧૩૮૮: આ જાત કચ્છ જિલ્લાના સુખપુર ગામની સ્થાનિક ગુવારની જાતમાંથી પસંદગીથી વિકસાવેલ જાત છે. આ જાત શરદ બહાર કરતાં વહેલી પાકે છે અને હેકટરે આશરે ૧૫૦૦૦થી ૧૬૦૦૦ હજાર કગિ્રા જેટલું લીલી શિંગોનું ઉત્પાદન આપે છે.

આ ઉપરાંત માલોસણ, એચ.જી૭૫ અને ગુવાર ગુજરાત ૧ ગુંદર મેળવવા માટે જાણીતી જાત છે.

0 comments:

Post a Comment