Monday, 16 March 2020

બળાત્કાર

  • તારીખ 05/01/2016 ના બપોરના સમયે પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇન ઉપર ટીનાબેન( નામ બદલેલ છે) નો ફોન આવ્યો હતો.તેવો જણાવે છે.કે મારા પતી એ જબર્જસ્તી થી મારી સાથે બળાકાર કરેલ છે.તૉ પૉલીસ મદદ મૉકલી આપૉ તેથી પોલીસ હાર્ટ 1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસની એક  ટીમ ને મેસેજ વાળી જગ્યાએ મોકલી તપાસ કરતા.ટીનાબેન ત્યાં મળી આવેલ અને તપાસ  કરતા જણાવે છે કે મારા પતિ  એ મારી સાથે બળજબરી કરી ને બળાત્કાર કરેલ છે તેથી તેમને સારવાર માટે સિવીલ હોસ્પીટલ મોકલી આપેલ છે..અને સાબરમતી પોલીસ સ્ટેશન ગુન્હો રજીસ્ટર કરેલ છે.આમ 1091 મહીલા હેલ્પ્ લાઈન થી ફરિયાદી બેન ને મદદ કરેલ છે.આમ પોલીસ હાર્ટ1091 મહિલા હેલ્પ લાઇનને ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલીસ મદદ મોકલી આપેલ છે.
  • તારીખ 21/7/2016 ના રોજ સાંજના સમયે રીનાબેન (નામ બદલેલ છે) વિકાસગૃહ, પાલડી થી 1091 પર ફોન આવેલ કે વિકાસગૃહમા એક બહેન ને તકલીફ છે તો પોલીસ મોકલી આપશો. જેથી 1091 મહિલા હેલ્પલાઇન દ્વારા પીસીઆર મોકલતા સંસ્થામાં જઈ રીનાબેન ને મળતા તેઓએ જણાવેલ કે તેઓને ફરિયાદ કરવાની છે જેથી પોલીસ સ્ટેશન લાવી ઇન્વેસ્ટિગેશન રૂમમાં સોંપતા રીનાબેન તથા વિકાસગૃહમાં નોકરી કરતા ગીતાબેન(નામ બદલેલ છે) નાઓએ જણાવેલ કે તેઓની સંસ્થામાં તારીખ 12/9/2014 ના રોજ થી રહેતી એક મુકબધીર ઉમર આશરે 30 થી 32 ના ની સાથે તારીખ 18/7/2016 ના પહેલા કોઈપણ સમય દરમિયાન વિકાસગૃહ સંસ્થાની સ્કૂલ માં ક્લાર્ક તરીકે નોકરી કરતા જાગૃતભાઈએ મુકબધીર બહેનની મરજી વિરુદ્ધ વિકાસગૃહ સંસ્થાના કમ્પાઉન્ડમાં આવેલ મંદિરની બાજૂની જગ્યામાં બળાત્કાર કરી સદરી બહેનને ગર્ભવતી કરવાનું દુષ્કર્મ આચરેલ છે. તેવી રજૂઆત કરતા પાલડી પોલીસ સ્ટેશન ના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર ગોહિલ સાહેબે વિકાસગૃહ સંસ્થામાં નોકરી કરતા ગીતાબેન ની ફરિયાદ લઇ સદરી બાબતે આરોપી વિરુદ્ધ ફર્સ્ટ ગુના ર.જી નંબર 55/16, આઇપીસી કલમ 376(2)ડી.જે.એલ. મુજબ ફરિયાદ દાખલ કરી આરોપીની અટક કરી તેઓના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળ ની વધુ તપાસ સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર ગોહિલ કરી રહ્યા છે. આમ પોલીસ હાર્ટ1091 મહિલા હેલ્પ લાઇનની ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલીસ મદદ મોકલી પ્રસંશનીય કામગીરી કરેલ છે.

0 comments:

Post a Comment