Monday, 16 March 2020

પોલિસ હાર્ટ 1091 વિષે માહિતી

પોલિસ હાર્ટ 1091 શું છે ?

હાર્ટ - હેલ્પ ઈમરજન્સી એલર્ટ રેસ્કયું ટર્મીનલ. હાર્ટ સરવર પોલીસ કન્ટ્રોલ રૂમ મા મુકાયું છે  જયારે પણ તમે તકલીફ મા હોવ (જેમ કે  બળાત્કાર, જતીયસતામનણી  માનસિક ત્રાસ, ઘરેલું હિંસા લુંટફાટ, દહેજ, અપહરણ, છેડતી ) ત્યારે હાર્ટ પોલીસ અને તમારા માતા-પિતા, મિત્ર તથા સબંધી ને એલર્ટ  કરે છે અને જો તમેં  બોલવા ની પરિસ્થીતી મા ના હોવ તો તમારું લોકેશન મેંળવે છે.અને પોલિસ કન્ટ્રોલ રૂમ વાન તમને બચાવવા માટે તરતજ મોકલી આપે છે.

પોલિસ હાર્ટ 1091 માં કેવી રીતે રજીસ્ટર કરવું ?


  1. તમારા મોબાઈલ અથવા લેન્ડલાઈન ની એડ્રસ બુક માં 1091 PoliceHEART તરીકે સેવ કરો
  2. સ્પીડ ડાયલ કીમાં નંબર 1 તરીકે કોન્ફીગર કરો
  3. રજીસ્ટર કરો www.policeheart.com અથવા HEART ટાઈપ કરી 9227121091 ઉપર SMS મોકલો. અમારા તરફથી આપને માહિતી માટે ફોન આવશે.

પોલિસ હાર્ટ 1091 મદદ મેળવવા શું કરવું ?

જયારે તમેં સંકટ સ્થીતી માં હોવ જેમ કે બળાત્કાર, જતીયસતામનણી માનસિક ત્રાસ, ઘરેલું હિંસા લુંટફાટ, દહેજ, અપહરણ, છેડતી અને તમને તાત્કાલિક પોલીસ ની મદદ જોઈતી હોય ત્યારે તમે 1091 (ટોલ ફ્રી) કોલ કરો.

પોલિસ હાર્ટ 1091 તમને કઈ રીતે મદદ કરશે ?

  1. હાર્ટ સરવર જે પોલીસ કન્ટ્રોલ રૂમ મા મુકાયું છે તે તમારો કોલ ઉપાડશે
  2. પોલીસ કન્ટ્રોલ રૂમ ના કમ્પ્યુટર સ્ક્રીન પર તમારી એલર્ટ આવી જશે
  3. તમારે ફોન કાપવો નહિ.
  4. પોલીસ ઓપરેટર તમારી સાથે વાત કરવાની કોશિશ કરશે.
  5. અગર તમે વાત કરવાની સ્થીતીમા નહી હો તો ચિન્તા કરતા નહિ. એ તમારા આસપાસ ના અવાજો સાંભળી રહયા છે
  6. ટુક સમય મા તે તમારું લોકેશન મેળવીને તમને બચાવા PCR વાન તુરંત રવાના કરશે

પોલિસ હાર્ટ 1091 માં શા માટે રજીસ્ટર કરવું અગત્ય છે ?


કોઈ પણ વ્યક્તિ www.policeheart.com પર સગાં-સંબંધી, મિત્રો કે સહકર્મચારી મહિલાઓ માટે રજીસ્ટર કરાવી શકે છે. જયારે તમે મુશ્કેલી મા હશો ત્યારે પોલીસ તમારી મદદ મા આવેજ છે પણ તમારા માતા-પિતા, મિત્ર, સંબંધીને ત્કાલિક એસએમએસ મોકલે છે જેથી બધીજ બાજુથી તમને મદદ પહોચી શકે.

0 comments:

Post a Comment